ફેંગશુઈમાં માનવામાં આવે છે કે એ રૂમમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે.
- ફેંગશુઈ મુજબ ઘરની રક્ષા ડ્રેગન કરે છે. તેથી ઘરમાં ડ્રેગનની મૂર્તિ કે ચિત્ર રાખવુ જોઈએ. ઘરના પૂર્વી ભાગને વધુ મહત્વ આપવુ જોઈએ. પૂર્વી ભાગને સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુનો કારક માનવામાં આવે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે ચપ્પલ, જૂતા બહાર ઉતારી દેવા જોઈએ. ફેંગશુઈમાં બોનસાઈ અને કૈક્ટસને હાનિકારક માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના છોડ ઘરમાં ન મુકો. ફેંગશુઈમાં કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં મુકવાથી ખુશીઓ આવે છે.