સિંગાપુરી કાચબાઓનું વધતું ચલણ

N.D
200 વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન વધતાં સિગાપુરી કાચબા ફેંગશુઈના રૂપમાં લોકો તેમને ઘર અને દુકાનોમાં રાખવા લાગ્યા છે. ચીની માન્યતા અનુસાર કાચબાની ઉંમર લાંબી હોવાને કારણે આને ઘર અને દુકાનો પર રાખવાથી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. તેના વડે ઘરના સભ્યોની ઉંમર પણ લાંબી થાય છે.

આજકાલ તો ઘણાં વ્યાપારી પોતાની કપડાની દુકાન પર સિંગાપુરી કાચબાને ફેંગશુઈના રૂપમાં રાખે છે. લગભગ 500 રૂપિયામાં મળનાર બે થી અઢી ઈંચના કાચબાની ઉંમર 200 વર્ષ જેટલી હોય છે પરંતુ પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન તેઓ ત્રણ ઈંચથી વધારે વધતાં નથી.

દેખાવમાં અત્યંત આકર્ષક આ કાચબાઓનો ખોરાક બજારમાં માત્ર 90 રૂપિયામાં 45 ગ્રામ રેડિમેડ ફૂડ મળે છે અને આ ફૂડ એક મહિના સુધી ચાલે છે.

બજારમાં અત્યારે સિંગાપુરી કાચબાની માંગ ખુબ જ વધી ગઈ છે.

વેબદુનિયા પર વાંચો