પેઈંટીંગ્સની પસંદગી કેવી રીતે કરશો ?

W.D

લગભગ બધાના ઘરમાં ફર્નીચર, રંગ સંયોજન, સજાવટ એટલે સુધી કે વાસ્તુશાસ્ત્ર પર પણ ધ્યાન આપવામાં આવે છે પરંતુ એક વસ્તુને હંમેશા ધ્યાન બહાર જ કરવામાં આવે છે તે છે દિવાલો.

આને રંગીને બે ચાર પેઈંટીંગ્સ લગાવીને આપણે સમજીએ છીએ કે કામ પૂર્ણ થઈ ગયું. જ્યારે દિવાલની સાચી સાઈઝ, સાચા પ્રકારની પેઈંટીગ્સને લીધે આખા રૂમનો નકશો બદલાઈ જાય છે.

જ્યારે તમારો રૂમ નાનો તેમજ ભરેલો હોય તો એક મોટી પેઈંટીગ્સ રૂમને મોટો બનાવવાની સાથે સાથે રૂમની અંદર એક ફોકલ પોઈંટ ક્રિએટ કરે છે.

જો તમારા રૂમની અંદર કોઈ થીમનો પ્રયોગ કર્યો હોય તો રૂમમાં ટેડી બિયર કે ફૂલોની પેઈંટીગ્સ જ સારી લાગે છે.

પેઈંટીગ્સને પ્રેરણાના સ્ત્રોત રૂપમાં પણ પ્રયોગ કરી શકાય છે કોઈ સારી પેઈંટીગ્સ રૂમના બીજા ડેકોરેશન માટે પ્રેરણા બની શકે છે.

જુદા જુદા આકારવાળી અને થીમવાળી પેઈંટીગ્સને એક જેવી જ ફ્રેમ બનાવીને ઘરમાં લગાવો જેથી કરીને તે એકરૂપતા તેમજ એકદિશા પ્રદાન કરશે.

ભડકીલા રંગોવાળી પેઈંટીગ્સ રૂમમાં રોમાંચ અને પેસ્ટલ રંગોવાળી પેઈંટીગ્સ રૂમની અંદર સૌમ્યતા લાવે છે.

નાના રૂમની અંદર લૈડ સ્કેપ- જેવા કે મેદાન, ડુંગરો જેવી પેઈંટીગ્સ દુનિયા માટે બારીનું કામ કરે છે અને રૂમની અંદર ખુલ્લાપણાનો અનુભવ કરાવે છે.

જો તમારા રૂમની છત નીચી હોય તો રૂમમાં આડી રેખાઓવાળી તેમજ આડી થીમવાળી પેઈંટીગ્સ લગાવવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો