ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ

NDN.D

માનવામાં આવે તેવું છે કે ફેંગશુઈ ચીન દ્વારા વિકસીત મકાનના નિર્માણ શાસ્ત્રનું નામ છે. આનો શાબ્દિક અર્થ વાયુજળ થાય છે. આના દ્બારા આસપાસના વાતાવરણથી લાભ કરતાં તથા એકરૂપતા સ્થાપિત કરતાં મકાન અને માનવ નિર્મિત સંરચનાઓની સ્થાપના અને સ્થાન નક્કી કરવામાં આવે છે.

આપણે બધા સૌર પરિવારના સભ્યો હોવાના કારણે આનુવંશિક પ્રભાવ લીધેલ છે. આપણે બધા પંચતત્વોથી રચાયેલા છીએ અને આખી સૃષ્ટી પંચતત્વો પર આધારિત છે. જેથી કરીને જ્યોતિષમાં ગ્રહો, રાશીઓ અને પંચતત્વીકરણની સાથે વાસ્તુશાસ્રમાં પણ આની પ્રધાનતા છે. આ તો વાસ્તુશાસ્ત્રનો આરંભ વૈદિકકાળમાં વિશ્વકર્મા તથા મય નામના તત્કાલીન વાસ્તુ ઋષિઓ દ્વારા આરંભ થઈ ગયો હતો અને આ લોકોની પાસે ટેકનીકલ વિશેષજ્ઞોથી લઈને સિલાઈ, સુતર, લુહાર તેમજ શ્રમિકોની એટલી મોટી તાદાદમાં વ્યવસ્થા હતી કે તેઓ થોડાક જ સમયમાં મોટા-મોટા મકાનો, નગરો, રસ્તાઓ તેમજ પુલોનું નિર્માણ કરી લેતાં હતાં.

પંચ તત્વોના તાલમેલ પર એટલે કે જ્યોતિષ પર આધારિત સિધ્ધાંત બે હજાર વર્ષ પહેલાં આચાર્ય વરાહમિહિર અને ત્યાર બાદ અગિયારમી સદીમાં રાજા ભોજ દ્વારા ખાસ કરીને વૃહતસંહિતા તથા સમરાંગણ સૂત્રધાર દ્વારા વાસ્તુશાસ્ત્ર વ્યવહારમાં આવ્યો અને આ વાસ્તુ જ્યોતિષના નામથી પ્રચલિત થયો એટલે કે વાસ્તુ જ્યોતિષના ઉદભવનો શ્રેય ભારતના હદયસ્થળ મધ્યપ્રદેશના પશ્ચિમી માલવાને પહોચે છે જ્યાં ઉજ્જૈનથી આચાર્ય વરાહ મિહિર અને ધારના રાજા ભોજ દ્વારા વાસ્તુ જ્યોતિષના સિધ્ધાંત તેમજ વૈજ્ઞાનિક પક્ષનો વ્યાવહારિક પ્રયોગ નક્કી કરવામાં આવે છે.

ગત એક દશકાથી વાસ્તુશાસ્ત્ર તરફ ઢળાવ ફક્ત વધી જ નથી રહ્યો પરંતુ તેના સારા પરિણામો મળવાને કારણે વાસ્તુશાસ્ત્ર તરફ આસ્થા પણ વધી છે. ભારતીય વાસ્તુવિંદોનું ધ્યાન ભારતીય તત્વ મીમાંસાની અપેક્ષા ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈની તરફ વધારે જઈ રહ્યું છે.

જ્યારે કે ભારતની જેમ પંચતત્વોના સિધ્ધાંતો પર આધારિત વાસ્તુશાસ્ત્ર પ્રચલિત છે અને આ મૂળ રૂપથી ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો પર જ આધારિત છે કેમકે આ તિબ્બટના રસ્તે થઈને બૌધ્ધ દ્વારા ચીન પહોચ્યું છે અને આ માટે પણ ભારતીય વાસ્તુશાસ્ત્રના અનેક માનક સિધ્ધાંતોના ત્યાં વ્યાવહારિક પ્રયોગ જોવા મળી શકે છે.

વેબદુનિયા પર વાંચો