પોટેટો રોસ્ટી

N.D
સામગ્રી - 250 ગ્રામ બટાકા, 2 લીલા મરચાં, 1/4 કપ લીલા ધાણા(ઝીણા કાપેલા), સ્વાદમુજબ સંચળ અને કાળામરી, 50 ગ્રામ પનીર(છીણેલુ), 2 ટેબલ સ્પૂન માખણ.

બનાવવાની રીત - બટાકાને અડધા બફાય જાય ત્યાં સુધી ઉકાળો અને છોલીને છીણી લો. તેમા લીલા મરચાં, લીલા ધાણા, સંચળ અને કાળામરી મિક્સ કરો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમા બટાકાનુ મિશ્રણ ગોળાકારમાં પુડલાની જેમ ફેલાવો. કિનારા પર થોડુ માખણ નાખો અને ચમચીથી થોડુ દબાવો. એક તરફથી સેંકાય જાય પછી પલટાવીને બીજી તરફ પણ સેકો. છેવટે ઉપરથી છીણેલુ પનીર ભભરાવો અને ગરમાગરમ બટાકા રોસ્ટી ફળાહારી ચટણી સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો