રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસને સફળતા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર અશોક ગેહલોત અગ્રણી રાજકીય નેતા તરીકે સામે આવ્યા છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. સૌથી વધુ સભાઓ રાજસ્થાનમાં તેમણે જ યોજી હતી.
અશોક ગેહલોતનો જન્મ 3જી મે, 1951ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. ગેહલોત બેચલર ઓફ સાઈંસ છે. તેઓ અર્થશાસ્ત્ર સાથે એમએ થયેલા છે.
1982માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કેબિનેટમાં તેઓ પ્રવાસ અને નાગરિક ઉડ્ડયન માટેના કેન્દ્રીય નાયબ પ્રધાન રહ્યા હતાં. 1991માં પીવી નરસિંહ રાવની સરકારમાં ટેક્સટાઈલ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળી ચૂક્યા છે. 1998માં તેઓ રાજસ્થાનના મુખ્ય મંત્રી પણ બન્યા હતાં.