Dussehra 2024: શારદીય નવરાત્રિના અંતિમ દિવસે દશમી તિથિ પર દશેરા ઉજવાશે. દશેરાને વિજયાદશમી (Vijayadashami) પણ કહેવામાં આવે છે. આ દિવસ બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે. પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. દશેરા પર રાવણ સાથે મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવીને પણ સળગાવાય છે. આ વર્ષે 12 ઓક્ટોબરના દિવસે દશેરા ઉજવાય રહ્યો છે. આ અવસર પર તમે પણ તમારા પરિચિતો, સંબંધીઓ અને મિત્રોને દશેરાની શુભકામના સંદેશ મોકલી શકો છો.