Dussehra 2022: દશેરાના દિવસે મા દુર્ગા પાસેથી લો વિજયી થવાનો આશીર્વાદ, જાણો શુભ મુહૂર્ત અને કથા

સોમવાર, 3 ઑક્ટોબર 2022 (12:10 IST)
Dussehra 2022:  આ વર્ષે 5 ઓક્ટોબરના રોજ દશેરાનો તહેવાર ઉજવાશે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની તિથિના રોજ દશેરા ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેના જાળમાંથી મુક્ત કરાવ્યા હતા.  રાવણ વધને કારણે દશેરાને  અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક પણ માનવામાં આવે છે.  દશેરાના દિવસે અસ્ત્ર-શસ્ત્રની  પૂજા કરવાનુ પણ વિશેષ મહત્વ છે. તમારા અંદરના  દુર્ગુણોને દૂર કરીને ખુદને સારા બનાવવાનો પણ સંદેશ દશેરામાં છિપાયેલો છે. 
 
દશેરા પૂજા માટે શુભ મુહૂર્ત 
 
દશેરા તિથિની શરૂઆત - 4 ઓક્ટોબર (મંગળવાર) બપોરે 2 વાગીને 20 મિનિટથી શરૂ 
દશેરા તિથિ સમાપ્ત - 5 ઓક્ટોબર (બુધવાર) બપોરે 12 વાગ્યા સુધી 
 
કેમ ઉજવાય છે દશેરા 
 
અધર્મ કેટલો પણ તાકતવર કેમ ન હોય છેવટે જીત ધર્મની જ થાય છે. દશેરાનો તહેવાર આ જીતનુ પ્રતીક છે. દશેરાને વિજયાદશમીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન રામ અને રાવણ વચ્ચે 10 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યુ હતુ. ત્યારબાદ 10માં દિવસે પ્રભુ રામે લંકાપતિનો વધ કરી દીધો હતો. આ જીતને ઉજવવા માટે દર વર્ષે દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે જુદા જુદા સ્થળો પર રાવણનુ પુતળુ પણ બાળવામાં આવે છે. આ રીતે અધર્મનો નાશ કરીને સંસારમાં ધર્મની સ્થાપના કરવામાં આવે છે. દર વર્ષે દશેરા ઉજવવાનો ઉદ્દેશ્ય લોકોને સત્ય ધર્મ અને સદ્દગુણોનો સંદેશ આપવાનો છે. 
 
દશેરાની પૌરાણિક કથા
 
પૌરાણિક કથા અનુસાર, નવરાત્રિની શરૂઆત શ્રીરામે કરી હતી. અશ્વિન માસમાં શ્રી રામે માતા દુર્ગાના નવરૂપોની પૂજા કરી હતી. રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારે ભગવાન રામ માતા સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા રાવણ સાથે ઘણા દિવસો લડ્યા હતા. રાવણ સાથેના આ યુદ્ધ દરમિયાન ભગવાન રામે અશ્વિન મહિનાના નવરાત્રિના દિવસોમાં સતત નવ દિવસ માતા દુર્ગાની પૂજા કરી હતી. આ પછી જ માતા દુર્ગા મા દુર્ગાના આશીર્વાદથી ભગવાન રામે નવરાત્રિના દસમા દિવસે રાવણની હત્યા કરી હતી. ત્યારથી આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું અનિષ્ટના પ્રતીક તરીકે દહન કરવામાં આવે છે.
 
ભગવાન રામ દ્વારા રાવણના નાશની કથા સિવાય બીજી એક પૌરાણિક કથા છે. તે મુજબ અસુર મહિષાસુર અને તેની સેના દેવતાઓને હેરાન કરી રહી હતી. આ કારણે માતા દુર્ગાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સામે લડત આપી હતી અને આ યુદ્ધના દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. એટલા માટે તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
દશેરાના દિવસે થાય છે માતા દુર્ગાની વિદાય 
દશેરાના દિવસે મા દુર્ગાની મૂર્તિયોનુ પણ વિસર્જન કરવામાં આવે છે. બીજી બાજુ બંગાળી સંસ્કૃતિમાં આ દિવસે સિંદૂર રમવાનો રિવાજ પણ મનાવાય છે. સિંદૂર ખેલા રિવાજ પણ ઉજવાય છે.  સિંદૂર ખેલાના રોજ નવરાત્રીનુ સમાપન થાય છે.  વિવાહિત મહિલાઓ દુર્ગા માને સિંદૂર અર્પિત કરી તેમની વિદાય કરે છે.  સાથે જ મહિલાઓ એકબીજાને સિંદૂર પણ લગાવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર