×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
માતા જગદંબાની આરતી
IFM
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે
દ્ર
િતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં જયો જયો
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા જયો જયો
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા જયો જયો.
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા, જ્યો જ્યો
બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
તારાં છે તુજ મા, જ્યો જ્યો.
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્યો જ્યો
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જ્યો જ્યો
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા જ્યો જ્યો
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જ્યો જ્યો મા જગદંબે.
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જ્યો જ્યો મા જગદંબે.
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્યો જ્યો
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યો (2) ચરણે સુખ દેવા જયો જયો.
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
જ્યો જ્યો મા જગદંબે,
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્યો જ્યો
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્યો જ્યો.
હવે વિનંતી એટલી, મા મૈયા તમ શરણે મા (2)
મને નિરંતર રાખો (2)બાળજાણી ચરણે જ્યો જ્યો
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
ラ
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
ラ
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ચંબામાં વાદળો ફાટ્યા, પુલ હોડીની જેમ ધોવાઈ ગયો, હજારો લોકો સંપર્ક વિહોણા થઈ ગયા
મોહરમના જુલુસમાં મોટો અકસ્માત, અગ્નિકુંડમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત, રાયચુરમાં અંધાધૂંધી
ભાઈના લગ્ન નથી થઈ રહ્યા, તમારે બંનેએ કપડાં ઉતારવા પડશે...' પાગલ પતિએ શરમજનક કૃત્ય કર્યું
અમેરિકન પોલીસે ધરપકડ કરેલી નેહલ મોદી કોણ છે, નીરવ મોદી સાથે છે ખાસ સંબંધ
મોહરમના જુલુસમાં પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરવા બદલ યુવાનોની અટકાયત
ધર્મ
Devshayani Vrat katha- દેવશયની એકાદશી વ્રત કથા
Muharram 2025: 6 કે 7 જુલાઈ... મોહરમ ક્યારે છે, શું રજાને લઈને કન્ફ્યુજન છે? જાણો વિગત
ગુજરાતી લોકગીત - ગોરમા, ગોરમા રે…Gor ma re gor ma
Gauri Vrat 2025 Date - ક્યારથી શરૂ થશે ગૌરી વ્રત ? જાણો તેનુ મહત્વ અને પૂજા વિધિ
Shani Chalisa: શનિવારે આ રીતે કરો શનિ ચાલીસાનો પાઠ, દૂર થશે શનિ દોષ
એપમાં જુઓ
x