દિવાળીની વાનગી - નાનખટાઈ

શનિવાર, 11 ઑક્ટોબર 2014 (16:37 IST)
સામગ્રી - મૈંદો - 11/2 કપ, બેસન 1/4 કપ દહી 2 મોટી ચમચી. બેકિંગ સોડા-1/4 ચમચી. માખણ-અડધો કપ, દળેલી ખાંડ-3/4 કપ, જાયફળ પાવડર-1/4 ચમચી. ઈલાયચી પાવડર 1/4 ચમચી. ઝીણી સમારેલી બદામ, પાણી અથવા દૂધ. 
 
બનાવવાની રીત - ઘી કે માખણમાં ખાંડ મિક્સ કરો અને હૈંડ બ્લેંડરથી ક્રીમ જેવુ બનાવી લો. આ મિશ્રણ એકદમ હલકુ અને સ્મુથ બની જવુ જોઈએ. હવે તેમા બધી સુકી સામગ્રી મેંદો, બેસન ઈલાયચી પાવડર જાયફળ પાવડર અને બેકિંગ સોડા નાખો. સારી રીતે મિક્સ કરો. પછી દહી નાખો. હવે ધીરે ધીરે ગૂંથી લો. જો જરૂર પડે તો પાણી કે દૂધ નાખી શકો છો. હવે આ ગૂંઠેલ લોટના નાના નાના ટુકડા કરો. તેને તમારી હથેળી પર રોલ કરી લો. તેને હળવેથી દબાવો. તમે ઈચ્છો તો કાંટાની મદદથી તેમા કોઈ ડિઝાઈન પણ બનાવી શકો છો. હવે આ નાનખટાઈને બેકિંગ ટ્રે માં મુકો. હવે તેને પ્રીહીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર 30 મિનિટ સુધી બેક કરો. પછી તેને બેકિંગ ટ્રેમાંથી હટાવીને વાયર રૈંક પર મુકો. જ્યારે ઠંડુ થઈ જાય તો તેને એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને મુકો. જ્યારે જોઈએ ત્યારે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો