શાહરૂખ ખાનને પોતાના પુત્ર માનતા હતા દિલીપ કુમાર, અનેકવાર શાહરૂખ તેમના ઘરે પણ ગયા હતા
બુધવાર, 7 જુલાઈ 2021 (10:55 IST)
Dilip Kumar Death News: જ્વાર ભાટા ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારા બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ટ્રેજેડી કિંગના નામથી જાણીતા દિલીપ કુમારનુ નિધન થઈ ગયુ. તેમને આજે સવારે 7 વાગીને 30 મિનિટ પર પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમની ફિલ્મી યાત્રા જોવા જઈએ તો જાણ થશે કે કેમ તેમણે અભિનયની દુનિયાના લેજેંડ કહેવામાં આવતા હતા. પોતાના પાંચ દસકના લાંબા ફિલ્મી કેરિયરમાં દિલીપ કુમારે એકથી એક ચઢિયાતી ફિલ્મોમાં રોલ ભજવ્યો હતો. તેમને મુગલે-એ-આઝમ, દેવદાસ, નયા દૌર, રામ ઔર શ્યામ જેવી ફિલ્મોમાં અભિનય કરીને તે અમર થઈ ગયા.
દિલીપ કુમારના નિધનથી ફિલ્મ ઈંડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના અનેક કલાકારોએ ટ્વીટ કરીન શોક વ્યક્ત કર્યો છે. દિલીપ કુમારના નિધનથી શાહરૂખ ખાન ખૂબ પરેશાન છે અને પરેશાન થવાનુ કારણ ખૂબ જ અલગ છે.
શાહરૂખને દિલીપ કુમારના ઘરમાં મળ્યુ છે પુત્રનુ સ્થાન
દિલીપ કુમાર સાથે શાહરૂખ ખાનનો સંબંધ ખૂબ જ ઊંડો અને જુદો છે. શાહરૂખ ખાનને દિલીપ કુમારના ઘરમાં પુત્રનો દરજ્જો મળ્યો હતો. દિલીપ કુમાર તેમને પોતાનો માનીતો પુત્ર માનતા હતા.
આવુ એ માટે કારણકે શાહરૂખના પિતા તાજ મોહમ્મદ ખાનનો જન્મ અને પાલન-પોષણ પેશાવરની એ જ ગલીમાં થયુ હતુ, જ્યા દિલીપ કુમારનુ બાપદાદાઓનુ ઘર છે. બીબીસીની એક રિપોર્ટનુ માનીએ તો શાહરૂખ ખાને પોતે અનેક દિવસ અને રાત એ ગલીમા વિતાવ્યા છે.
શાહરૂખે બાળપણની ફોટો શેયર કરી હતી
થોડા મહિના પહેલા જ શાહરૂખ ખાને પોતાના પિતા સાથે બાળપણનો એક ફોટો શેયર કર્યો હતો અને પેશાવરની યાદો શેયર કરી હતી. આ ફોટો સાથે તેમણે લખ્યુ હતુ કે તે પોતાના ત્રણ બાળકોને પોતાના પરિવારના ગૃહનગરમાં લઈ જવા માંગે છે.
દિલીપ કુમારનુ ઘર રાષ્ટ્રીય જાગીર જાહેર
ઉલ્લેખનીય છે કે સિનેમાની દુનિયાના મહાન અભિનેતા દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં થયો હતો અને તેમને પોતાના શરૂઆતના વર્ષો અહી વિતાવ્યા હતા. પેશવરનો કિસ્સો ખ્વાની બજારમાં દિલીપની 100 વર્ષ જૂની પૈતૃક હવેલી પણ છે. જેને હવે પાકિસ્તાની સરકારે રાષ્ટ્રીય જાગીર જાહેર કરી છે.
દિલીપ કુમારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, સાયરા બાનો સાથે ફોન પર વાત કરીને આશ્વાસન આપ્યુ.