મેલા, શહીદ, અંદાજ, આન, દેવદાસ, નયા દૌર, મધુમતિ, યહૂદી, પૈગામ, મુગલ-એ-આઝમ, લીડર તેમજ રામ અને શ્યામ જેવી ફિલ્મોના મહાનાયક દિલીપ કુમાર સ્વતંત્ર ભારતના પહેલા બે દશકાના લાખો યુવાનોના દિલની ધડકન બની ગયાં હતાં. અત્યાર સુધી ભારતીય ઉપમહાદ્બીપના કરોડો લોકોએ પડદા પર તેમના ચમત્કારી અભિનયનો લાભ ઉઠાવ્યો છે. સભ્ય, સંસ્કૃતિ, કુળવાન આ અભિનેતાએ રંગીન અને રંગહીન (શ્વેત-શ્યામ) સિનેમાના પડદા પર પોતાની જાતને કેટલાયે સ્વરૂપોમાં રજુ કરી છે. અસફળ પ્રેમીના રૂપમાં તેમણે ખાસ નામ મેળવ્યું, પરંતુ તે પણ સિદ્ધ કર્યું કે હાસ્ય ભૂમિકા કરવામાં પણ તેઓ પાછળ નથી. તેઓ ટ્રેજેડી કિંગના નામથી પણ પ્રસિદ્ધ થયા અને ઓલરાઉંડરના નામથી પણ. તેમની ગણતરી વધારે સંવેદનશીલ કલાકારોમાં કરવામાં આવે છે, પરંતુ હૃદય અને મગજના સામંજસ્યની સાથે તેમણે પોતાના વ્યક્તિત્વ અને જીવનને ઢાળ્યું.
તેઓ પોતાની જાતે સેલ્ફમેડમેન (સ્વનિર્મિત મનુષ્ય)ની જીવતી જાગતી મિસાલ છે. તેમની 'પ્રાઈવેટ લાઈફ' હંમેશા કૂતુહલનો વિષય રહી, જેની અંદર રોજના સુખ દુ:ખ, ઉતાર-ચઢાવ, મળવું અને ઝઘડવું વગેરેનો સમાવેશ થાય છે. દિલીપ કુમારને સાહિત્ય, સંગીત અને દર્શનની અભિરૂચીએ ગંભીર અને પ્રભાવશાળી હસ્તી બનાવી દિધી.
25 વર્ષની ઉંમરમાં તો દિલીપ કુમાર દેશના નંબર વન અભિનેતાના રૂપમાં સ્થાપિત થઈ ગયાં હતાં. તે આઝાદીનો ઉદયકાળ હતો. ત્યાર બાદ તુરંત જ રાજકપૂર અને દેવ આનંદના આગમનથી 'દિલીપ-રાજ-દેવ'ની પ્રસિદ્ધ ત્રિમૂર્તિનું નિર્માણ થયું. આ નવા ચહેરા સામાન્ય જનતાને મોહવામાં સફળ રહ્યાં. આ પહેલાના મોટા ભાગના હીરો પ્રૌઢ દેખાતા હતાં- સુરેંદ્ર, પ્રેમ અદીબ, મોતીલાલ વગેરે. દિલીપ કુમાર પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માણ સંસ્થા
IFM
બોમ્બે ટોકીજની ઉપજ છે, જ્યાં દેવીકા રાણીએ તેમને કામ અને નામ આપ્યું. અહીંયા જ તેઓ યુસુફ સરવર ખાનથી દિલીપ કુમાર બન્યાં અને અહીંયાથી જ તેમણે અભિનય શીખ્યો. અશોક કુમાર અને શશધર મુખર્જીએ ફિલ્મીસ્તાનથી ફિલ્મોમાં લઈને દિલીપ કુમારના કેરિયરને સાચી દિશામાં આગળ વધાર્યું.
ત્યાર બાદ નૌશાદ, મેહબુબ, બિમલ રાય, કે.આસિફ તેમજ દક્ષિણના કે એસ.એસ.વાયને દિલીપની પ્રતિભાનું દોહન કરીને ક્લાસિક ફિલ્મો દેશને આપી. 44 વર્ષની ઉંમરમાં અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કરવા સુધી દિલીપ કુમારે તે બધી જ ફિલ્મો કરી લીધી હતી, જેમને માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે.