કોનોટ પેલેસમાં ઉપરાઉપરી ત્રણ બ્લાસ્ટ થયાં હતાં. ત્યારબાદ આ જ વિસ્તારમાં આવેલા વર્ષો જુના રીગલ સિનેમાની સામેથી ત્રણ જીવતાં બોમ્બ મળી આવ્યાં હતાં.તો ઈન્ડીયા ગેટ પાસેથી મળેલા બોમ્બ પણ પોલીસ નિષ્ક્રિય કરી દીધો છે.
શનિવારે સાંજે કોનોટ પેલેસ વિસ્તારમાં ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયાં હતાં. જેમાં કેટલાય મૃત્યુ પામ્યા હતા, તો કેટલાંક ઘાયલ થયાં હતાં. આ બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી નાંખ્યો હતો. અને, એનએસજીનાં જવાનો એ ઘટનાસ્થળે શોધખોળ શરૂ કરી હતી. જેમાં રીગલ સિનેમાની સામે બે જીવતાં બોમ્બ મળી આવ્યાં હતાં.
આ સિનેમાની સામે આવેલા ખુલ્લા વિસ્તારમાં બે બોમ્બ મળી આવ્યાં હતાં. જેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ બોમ્બને નિષ્ક્રિય કરવાથી મોટી જાનહાનિ ટાળવાનું શક્ય બન્યું છે. આ જ રીતે ઈન્ડીયા ગેટ વિસ્તારમાંથી પણ એક જીવંત બોમ્બ મળ્યો હતો. જેને પોલીસે નિષ્કિય કરી નાંખ્યો હતો.