જામીયાનગરના બે બિલ્ડીંગમાં પોલીસને આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી એ બિલ્ડીંગમાંજ તૌકીર સંતાયો હોવાનુ તથા તે આ ગોળીબારની આડમાં નાસી ગયો હોવાની દ્રઢ આશંકા સેવાઇ રહી છે.
અમદાવાદ બ્લાસ્ટ બાદ ગત શનિવારે થયેલા દિલ્હી બ્લાસ્ટમાં પણ જેની મુખ્ય. સુત્રધાર તરીકે ઓળખ થઇ રહી છે એવો ખૂંખાર ત્રાસવાદી તૌકીર દિલ્હીમાં છુપાયો હોવાની વાત બહાર આવી હતી. જેને પગલે આજે સવારે પોલીસે અહીના જામીયાનગરમાં તપાસ હાથ ધરતાં સામેથી આતંકીઓએ ગોળીબારી શરૂ કરી દેતાં આ આશંકા વધુ દ્રઢ બની હતી.
જોકે પોલીસ સાથે થયેલી આ ગોળીબારીની આડમાં તૌકીર પોલીસને હાથ તાળી આપી ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે. હૈદરાબાદનો રહેવાસી એવો તૌકીર અમદાવાદ બ્લાસ્ટ બાદ તાજેતરમાં થયેલા દિલ્હી બ્લાસ્ટમાં પણ મુખ્ય સુત્રધાર મનાઇ રહ્યો છે.