કિચન ક્લીનિંગ
કિચનનો ઉપયોગ તમને રસોઈ બનાવવા માટે સવાર-સાંજ કરવાનો છે. તેથી દિવાળીની સફાઈમાં તેની ક્લીનિંગ જલ્દી કરી લેવી જોઈએ. આવામાં તમે રસોડુ સાફ કરવા માટે બ્લીચિંગ પાવડર અને ડિટર્જેંટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી રસોડાની ટાઈલ્સ અને પ્લેટફોર્મ સહેલાઈથી ચમકી શકશે. તમે ચાહો તો બેકિંગ સોડા અને વિનેગરનો પણ યુઝ કરી શકો છો.
ઘરના વાસણ અને સામાન કરો સાફ
રસોડાની ક્લીનિંગ કર્યા પછી હવે તમે કાંચના વાસણોને ખૂબ જ સાચવીને સાફ કરો. તેને તમે ગરમ પાણી કે ડિટર્જેંટમાં થોડુ મીઠુ નાખીને ક્લીન કરી શકો છો. આ મિશ્રણમાં એક એક કાંચના વાસણ નાખીને આરામથી સાફ કરો. આ ઉપરાંત ઘરમાં મુકેલો બાકી સામાન પણ ક્લીન કરી લો.
બેડરૂમ અને લિવિંગ રૂમ સાફ કરો
હવે અંતમાં તમે તમારા બેડરૂમ સાથે જ લિવિંગ રૂમને સારી રીતે સાફ કરી લો. અહી તમે બેડરૂમની બેડશીટ અને પડદાને બદલી નાખો. લીવિંગ રૂમમાં સોફાના કવર બદલવાની સાથે જ ત્યા મુકેલ ડેકોરેટિવ આઈટમ્સને સારી રીતે ક્લીન કરી લો. આ ઉપરાંત ફર્શ ધોઈ શકાય તો ધોઈ લો નહી તો કોઈ સારુ ફર્શ ક્લિનર નાખીને પોતુ લગાવીને ચમકાવી દો.