Diwali 2022- દિવાળી ની પૂજા કરતા સમયે આ વાતોંનુ ધ્યાન રાખશો તો ધન વરસશે આખુ વર્ષ

મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (16:02 IST)
- લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો જરૂરી  છે.
 
- માતા લક્ષ્મીને કમળ અને ગુલાબ ગમે છે. ફળમાં શ્રીફળ, સીતાફળ, દાડમ અને સીંગોડા પ્રિય છે. તેનો પ્રસાદ ધરો.
 
- મહાલક્ષ્મી પૂજનમાં સુગંધ માટે કેવડા ગુલાબ, ચંદનનું પરફ્યુમ વાપરો
 
- રાત્રે 12 વાગ્યે લક્ષ્મી પૂજન કરવાનું ખાસ મહત્વ છે
 
- લક્ષ્મીજીને પ્રસન્ન કરવા દીવા માટે ગાયનું ઘી, મગફળી કે તલનું તેલ વાપરો
 
- દિવાનું કાજળ સ્ત્રી અને પુરુષે આંખોમાં લગાવવું જોઈએ.
 
- દિવાળીના બીજા દિવસે 4 વાગ્યે ઊઠવું અને જુના છાજમાં કચરો રાખી દૂર ફેંકવા માટે લઈ જતી વખતે 'લક્ષ્મી-લક્ષ્મી આવો, દરિદ્ર-દરિદ્ર જાવ' કહેવામાં આવે તો તેનાથી 
 
ઘરની ગરીબી દૂર થાય છે
- સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો.  શ્રી સૂક્ત, 
 
લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર