Diwali Gift શુભ છે આ દિવાળી ગિફ્ટ- આ દિવાળી ભેટ કરો આ 10 વસ્તુઓ

સોમવાર, 30 ઑક્ટોબર 2023 (14:45 IST)
આ દિવાળી  ભેટ કરો આ 10 વસ્તુઓ 
દિવાળી આવવામાં હવે કેટલાક જ દિવસ બચ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે જે આપણે    નિકટના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ સાથે ઉજવીએ છીએ.   આ દિવસે લોકો એકબીજાને મીઠાઈઓ અને  ગિફ્ટ્સ આપીને એકબીજાને આ દિવસની શુભેચ્છા આપે છે.  ગિફ્ટ્સ આપવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે જ પ્રેમ પણ વધે છે.  દિવાળી પર અનેક બ્રાંડ્સ અનેક પ્રકારના ઓફર લઈને આવે છે.  આ સાથે જ ડિસ્કાઉંટ પણ આપે છે.  તમે પણ કેટલાક ખાસ ગિફ્ટ્સ આપીને સૌને ખુશ કરી શકો છો. 
આવો જાણીએ દિવાળી પર ભેટમાં શુ આપી શકો 
 
1 કાજૂ કે બદામની જૂટ પોટલી - સામાન્ય રીતે દિવાળી પર ડ્રાઈફ્રૂટ્સના પેકેટ કે ડબ્બાનુ ચલણ સૌથી વધુ રહે છે.  આ વખતે તમે તમારા નિકટના લોકોને ડ્રાયફ્રૂટ્સની નાની-નાની જૂટની પોટલી ભેટમાં આપી શકો છો.  
 
2 ટ્રેંડી જ્વેલરી - દિવાળીને ખાસ બનાવવા માટે જ્વેલરી ભેટ કરી શકો છો. જરૂરી નથી કે તમે ગોલ્ડની જ જ્વેલરી ભેટ કરો. તમે સિલ્વર, ઓક્સીડાઈઝ અને સ્ટેટમેંટ જ્વેલરી પણ ભેટ કરી શકો છો   
 
3 સ્ટાઈલિશ વૉચ - બાળકો, મહિલાઓ કે પુરૂષ કોઈને પણ ભેટ આપવા માટે વૉચ સારુ ઓપ્શન છે. ફેસ્ટિવલ સીઝનમાં અનેક બ્રાંડ્સ સારા ઓફર્સ સાથે કેશબેક પણ આપે છે.  જેમા ત્મએ પર્સનાલિટી અને સ્ટાઈલના હિસાબથી શોપિંગ કરી શકો છો.  
 
4 હેલ્થ ઈંશ્યોરેંસ - તમારા ખૂબ જ નિકટ અને પરિવારના લોકો માટે હેલ્થ ઈંશ્યોરેંસ લેવાનો આઈડિયા પણ ખૂબ જ સારુ ઓપ્શન છે. જે તમારા પ્રેમ અને લાગણીને જ નહી પણ  કેયરને પણ દર્શાવવાનો સારો ઉપાય છે.   
 
5 મેકઅપ કિટ - નાયકા પર તમને સારા મેકઅપ કિટ મળી શકે છે. તેમા તમને અનેક ઓફર્સ અને ઓપ્શન પણ મળશે. 
 
6 અસોર્ટેડ ચોકલેટ અને ગુડીઝ બોક્સ - માર્કેટ અને ઓનલાઈન પણ અનેક પ્રકારના અસોર્ટેડ ચૉકલેટ અને ગુડીઝ બોક્સ મળી શકે છે.  આ બોક્સમાં અનેક પ્રકારની ચોકલેટ્સ અને કુકીઝ હોય છે.  જે દિવાળી પર ભેટ કરવા માટે સારો વિકલ્પ છે.   
 
7 બાથ સેટ - બાથ સેટ ગિફ્ટ કરવા માટે સારો વિકલ્પ છે. આ તમે મહિલા અને પુરૂષ બંનેને ભેટ કરી શકો છો. તમને અનેક પ્રકારના શૉવર જેલ મળશે.  તમે ઓનલાઈન કે માર્કેટ જઈને પણ ખરીદી શકો છો.  bath set 
 
8 કૈંડલ હોલ્ડર - આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના કૈડલ હોલ્ડર મળી રહ્યા છે.  આ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે.  તમે કોઈ પણ ગિફ્ટ શૉપ કે ડેકોરેશન આઈટમ્સની શૉપમાં જઈને તેને ખરીદી શકો છો. candle holder
 
9 ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ - દિવાળી પર તમે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ પણ ભેટ કરી શકો છો. આ કોઈપણ વર્ગના લોકોને ભેટ કરવા માટે બેસ્ટ છે. આ ગિફ્ટ દિવાળીના દિવસે ભેટ ન કરશો..   laxmi ganesh murti 
 
10 . ગિફ્ટ કાર્ડ કે વાઉચર - ઘણીવાર એવુ બને છે કે આપણી પસંદગીની ભેટ સામીવાળી વ્યક્તિને ન ગમે.. તો એવા લોકોને તમે તમારી ભેટમાં આપવાની લિમિટ જેટલી કિમંતનુ કોઈ મોલ કે શોપનુ ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચર્સ પણ ભેટમાં આપી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર