દિવાળી 2024- દિવાળી પૂજા મુહૂર્ત

સોમવાર, 21 ઑક્ટોબર 2024 (14:04 IST)
diwali muhurat

Diwali shubh muhurat -  દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. જેની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દિવાળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે દિવાળી 31મી ઓક્ટોબરે છે જ્યારે કેટલાક લોકો 1લી નવેમ્બરે દિવાળી ઉજવવાની વાત કરી રહ્યા છે, તો ચાલો જાણીએ કે આ વર્ષે દિવાળીની ચોક્કસ તારીખ અને લક્ષ્મી પૂજાનો શુભ મુહુર્ત શું છે?
 
તમને જણાવી દઈએ કે દિવાળી હંમેશા અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર 31 ઓક્ટોબર એટલે કે ગુરુવારે બપોરે 2.40 વાગ્યાથી અમાવસ્થા તિથિ શરૂ થઈ રહી છે. આ કારણોસર દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળીના તહેવાર પર, અમાવસ્યા તિથિ રાત્રે હોવી જોઈએ જે 1 નવેમ્બર 2024 ના રોજ સાંજે નથી. આવી સ્થિતિમાં 31મી ઓક્ટોબરે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
 
દિવાળી પૂજા શુભ મુહૂર્ત
31 ઓક્ટોબરે દિવાળીનું લક્ષ્મી પૂજા કરનારાઓ માટે, લક્ષ્મી પૂજા પ્રદોષ કાળ દરમિયાન સાંજે 06:532 થી 08:44 મિનિટ સુધી કરવી જોઈએ. દેવી લક્ષ્મીની પૂજા માટે આ સૌથી શુભ મુહુર્ત માનવામાં આવે છે.
 
ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને આ વિશેષ પ્રસાદ ચઢાવો 
દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખીર, બૂંદીના લાડુ, પાન, દાડમ, નારિયેળ, સોપારી, હલવો, મખાના, સફેદ મીઠાઈ, ધાણી અને એલચીના દાણા ચઢાવવામાં આવે છે.
diwali muhurat


 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર