દિવાળી 2016 - લક્ષ્મીને પ્રસન્ન કરવા ધનતેરસ કે દિવાળીના દિવસે કરો કોઈ એક ઉપાય

ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (16:30 IST)
કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાસને દિવાળીનો તહેવાર માનવામાં આવે છે. આ બંને દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. આ વખતે ધનતેરસ 28 ઓક્ટોબર શુક્રવાર અને દિવાળી 30 ઓક્ટોબર રવિવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. 
 
એવુ કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસ કરવામાં આવેલ દાન, હવન અને પૂજન તેમજ ઉપાયોનુ ફળ અક્ષય થાય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં મુકવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનારાઓને માલામાલ પણ કરી શકે છે.  આવો જાણીએ કઈ વસ્તુઓ અને ઉપાય 

 

 

* ધનતેરસ કે દીવાળીને સૂર્યાસ્ત પછી કોડીઓ રાખી ધન કુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત્રેના સમયે કોડિઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી નાખો. ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે. 
* કુબેર યંત્ર લાવો એને દુકાન કે ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરો પછી 108 વાર આ મંત્રનો જાપ કરો. 
મંત્ર - ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મેં દેહિત દાપય સ્વાહા.
ધન સંબંધિત પરેશાનીઓનો અંત થશે. 
 

* મહાલક્ષ્મી યંત્રને ઘર કે કાર્ય સ્થાન પર સ્થાપિત કરો. જનશ્રુતિ મુજબ આ યંત્ર જ્યાં સ્થાપિત હોય છે ત્યાં સ્વર્ણ વર્ષા થવા લાગે છે. 
* ઘરમાં મૂકેલ ચાંદી, સિક્કા અને રૂપિયાને કેસર અને હળદર  લગાવીને પૂજન કરો. બરકત વધશે. 
 
* લક્ષ્મી મંદિરમાં કમલના ફૂલ ચઢાવો સફેદ રંગના મિષ્ઠાનના ભોગ લગાડો. ધનથી સંબંધિત બધી પરેશાનીઓના નાશ થશે. 

* જીવનમાં ધનના પ્રવેશ કરાવવા માટે સંધ્યા સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો. બાતી માટે મોલીના પ્રયોગ કરો.  જ્યારે દીપક પ્રગટાવી જશે તો એમાં થોડું કેસર પણ નાખો. 
* ચાંદીથી નિર્મિત લક્ષ્મી-ગણેશની પ્રતિમાઓ લાવો. દરરોજ એમનો પૂજન કરવાથી ઘરમાં ધન, સુખ અને વૈભવ વાસ કરે છે. 

 
* અષ્ટસિદ્ધિ અને નવનિધિની ઈચ્છા રાખતા જાતક શ્રીકનકધારા યંત્રની સ્થાપના ઘર કે દુકાનમાં કરો. 
* શ્રીમંગળ યંત્રને ઘરમાં સ્થાપિત કરો. દરરોજ એમનો પૂજન કરવાથી અપાર સંપતિની પ્રાપ્તિ હોય છે. 

વેબદુનિયા પર વાંચો