દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે. દિવાળીના 5 અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. આ બધા દિવસોમાં કરવામાં આવેલ પૂજા-અર્ચના અને ઉપાયોને જો યોગ્ય મુહૂર્તમાં કરવામાં આવે તો વ્યક્તિને બધા મનોરથ સિદ્ધ થઈ જાય છે.
આ વખતે ધનતેરસ સોમવારે શિવના વાર સાથે આવવાનુ વિશેષ ફળદાયી રહેશે. ધન્વંતરિ પૂજાનો સમય સાંજે 5.59થી 7.06 વાગ્યા સુધી રહેશે. ખરીદી માટે ધનતેરસના દિવસે સૂર્યોદય 8.07 વાગ્યા સુધી અમૃત, 9.28થી 10.49 વાગ્યા સુધી શુભ બપોરે 2.53થી સાંજે 5.35 સુધી ચર લાભ અને અમૃતના ચોઘડિયામાં સોના ચાંદી, વાહન જમીન ઈલેક્ટ્રોનિક્સ સામાન વગેરે ખરીદવા માટે અતિ શુભ છે. આ ઉપરાંત 5.35થી 8.13 વાગ્યા સુધી પ્રદોષકાળ અને 5.59થી 7.55 વાગ્યા સુધી વૃષભકાળમાં ખરીદીનુ શુભ મુહૂર્ત છે. તેથી જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી દરેકે આ જ સમયમાં પોતાની વિશેષ ખરીદી કરવી જોઈએ.
બુધવારે દિવાળી ઉજવાશે. આ વર્ષ કાર્તિક કૃષ્ણ પક્ષની અમાસ 11 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. દિવાળીમાં મા લક્ષ્મીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. આ રાત્રીના રોજ જાગરણ કરીને ધનની દેવી લક્ષ્મી માતાનું વિધિપૂર્વક પૂજન કરવાથી મનુષ્યોના બધા ભૌતિક સુખ સુવિદ્યાઓની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી મા ની પ્રદોષ કાળ, સ્થિર લગ્નમાં પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારે નવુ વર્ષ મતલબ બેસતુ વર્ષ છે. આ દિવસ આખો દિવસ શુભ હોય છે. શુક્રવારે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના તહેવાર ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે ટીકા મુહૂર્ત બપોરે 1.15થી 3.24 વાગ્યા સુધી તિલક કરી શકાય છે.