જીલ્લાના કોરચી તાલુકા મુખ્યાલયથી 5 કિમી દૂર બોડેનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી મોટી બહેને નાની બહેનને પસંદગીની ચેનલ ન જોવા દીધી તો બંને બહેનો વચ્ચે ઝગડો થઈ ગયો. ત્યારબાદ ગુસ્સામાં આવીને નાની બહેને ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો. આ ઘટના 22 મે ની સવારની બતાવાય રહી છે. બીજી બાજુ નાની બહેનની મોત પછી પરિવારમાં માતમ છવાયુ છે.
રિમોટને લઈને થઈ હતી લડાઈ
ફાંસી લગાવનારી યુવતીની ઓળખ સોનાલી આનંદ નરોટે (10)ના રૂપમાં થઈ છે. જે બોડેના તાલુકા કોરચીની રહેનારી છે. ગુરૂવારની સવારે સંઘ્યા નરોટે (12), સોનાલી (10) અને તેનો ભાઈ સૌરભ(8) ટીવી જોઈ રહ્યા હતા. આ દરમિયાન સોનાલીને પોતાની પસંદગીની ચેનલ જોવાનુ મન થયુ. જો કે તેની મોટી બહેન સંઘ્યાએ તેની પસંદગીની ચેનલ ન જોવા દીધી. સંઘ્યાએ સોનાલીના હાથમાંથી રિમોટ લઈ લીધુ, જ્યારબાદ બંને બહેનો વચ્ચે વિવાદ થયો. જ્યારબાદ ગુસ્સામાં આવીને સોનાલીએ ઘરની પાછળ એક ઝાડ પર નાયલોનની દોરીથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
ઉનાળાના વેકેશનમાં આવ્યા હતા ભાઈ-બહેન
મળતી માહિતી મુજબ સોનાલી, સંઘ્યા અને ભાઈ સૌરભ ગોદિયા જીલ્લાના કોકણા (ખોબા)માં એક ખાનગી આશ્રમ સ્કુલમાં ભણે છે. ગરમીની રજાઓ શરૂ થવાને કારણે ત્રણેય ભાઈ બહેન પોતાના ઘરે આવ્યા હતા. સૌથી નાનો ભાઈ શિવમ પોતાની મા સાથે ગામ બોડેનામાં રહી રહ્યો હતો. જો કે તેના પિતાનુ થોડા વર્ષ પહેલા મોત થયુ હતુ. તેથી તેની માતા ચારેય બાળકોની દેખરેખ કરી રહી હતી. બીજી બાજુ ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્ટેશન કોરચીના પોલીસ નિરીક્ષક દેશમુખ અને એક પોલીસ દળ ઘટનાસ્થળ પર પહોચ્યુ. પોલીસે ટીમનુ પંચનામુ કર્યુ અને લાશને પરીક્ષણ માટે ગ્રામીણ હોસ્પિટલ કોરચી લઈ ગયા. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.