Crime News - માત્ર 40 રૂપિયા માટે પિતાની હત્યા:નસવાડીના દામણીઆંબામાં સગીર પુત્રને પૈસા ન આપતાં પિતાને માથામાં લાકડા-લોખંડની પરાઈના ફટકા મારી પતાવી દીધા

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (12:16 IST)
નસવાડીના ડુંગર વિસ્તારના દામણીઆંબા ગામે રેહતા ઈશ્વરભાઈ કાંડીયાભાઈ ભીલનો સૌથી નાનો પુત્ર સગીર વયનો છે. ઈશ્વરભાઈને આઠ સંતાનો પૈકીના ફુગર ભીલ ઘરે હતો. જયારે બાકીના સંતાનો મજૂરી અર્થે ગયેલાં હતાં, ત્યારે ફૂગર ભીલ ઘરમાંથી તુવેર લઇને ગામની દુકાને શાકભાજીનાં રૂપિયા 40 બાકી હતાં તે ચૂકવવા જતો હતો, ત્યારે પિતા ઈશ્વરભાઈ ભીલે પુત્રને તુવેર ખાવા માટે રહેવા દે મજૂરીનાં પૈસા આવે તો શાકભાજીના ઉધાર રૂપિયા 40 ચૂકવી દઇશું. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે વિવાદ વધવા લાગ્યો.  ત્યારે 15 વર્ષનો પુત્ર ફૂગર ભીલે આક્રોશમાં આવી  પિતાને માથે લાકડા અને લોખડની પરાઈના ફટકા મારી કરપીણ હત્યા કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
 
પિતાના પરિવારમા અન્ય પુત્રો સાંજના ઘરે આવતા પિતાને જોઈ બધા મુંઝવણમા મુકાયા હતા. પરંતુ તેમના જ પુત્ર હત્યા કરી ભાગી ગયો હોવાથી આખરે ગ્રામજનોએ ડુંગર પરથી તેને પકડ્યો હતો. અને રાત્રે પોલીસને જાણ કરી આરોપીને પોલીસને સોંપેલ હતો. વહેલી સવારના પિતાની લાશ લઈ નસવાડી સરકારી દવાખાનામા પીએમ માટે લવાઈ હતી. જે લાશ બપોરના 3-30 કલાકે પરિવારને આપાઈ હતી. એટલે 9 કલાક સુધી સરકારી દવાખાનાના ડોકટર પોલીસ, અને ડોક્ટરોની બેદરકારીને લઈ લાશ લેવા બેસી રહ્યા હતા.
 
મોટા પુત્રએ ભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી
 
આદિવાસી ગ્રામજનોને લાશનું પી એમ કલાકો સુધી બોડી ફેંકી રાખ્યા બાદ પણ કરી નથી આપતા નું ગ્રામજનો આક્ષેપ કર્યો હતો. અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ પોલીસ અને ડોક્ટરોને સૂચનો કરે તેવી માગ ઉઠી છે. હાલ તો કાયદાના સઘર્ષમા સગીર વયનો આરોપી આવ્યો છે. ત્યારે આ ઘટનાની ફરી એકવાર નજીવા રૂા. 40 બાબતે સંબંધોની હત્યા થતા ડુંગર વિસ્તારમા ચકચાર મચી છે. પિતાની હત્યાને લઈ મોટા પૂત્ર ફરીયાદ દાખલ કરાવેલ છે. નસવાડી પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર