Badlapur Crime News - બદલાપુરની જાણીતી શાળામાં બે બાળકીઓના યૌન ઉત્પીડન પર લોકોનો ગુસ્સો ફુટ્યો, લોકલ ટ્રેન સેવાઓ પર અસર

મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (13:12 IST)
badlapur
 થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી શાળામાં એક છોકરીની કથિત જાતીય સતામણીની ઘટના સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકો શાળા સામે વિરોધ કરી રહ્યા છે. જેની અસર લોકલ ટ્રેનો પર પણ પડી છે. બદલાપુર રેલવે સ્ટેશન પર ઘણી લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. આ જાણકારી CPRO સેન્ટ્રલ રેલવે દ્વારા આપવામાં આવી છે.
 
લોકલ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓની વધી મુશ્કેલી 
 
સીપીઆરઓએ જણાવ્યુ કે પ્રદર્શન કરી રહેલા લોકો રેલવે ટ્રેક પર આવી ગયા છે.  જેને કારણે અંબરનાથ અને કર્જત ની વચ્ચે અપ અને ડાઉન બંને લાઈનો પર લોકલ સેવાઓ પ્રભાવિત થઈ છે.  અધિકારીએ આ મુદ્દાને જલ્દી ઉકેલવાની કોશિશ કરી રહ્યા છે.   હાલ પાંચ ટ્રેનો પર અસર છે. ચાર ટ્રેનો બદલાપુરમાં ઉભી છે અને એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની કારણે લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી રહેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
આરોપીઓને મોટામાં મોટી સજા કરવાની માંગ

 
મળતી માહિતી મુજબ, બદલાપુરની એક નામાંકિત શાળામાં બે સગીર છોકરીઓ સાથે અત્યાચારની ઘટના બાદ માતા-પિતા અને સ્થાનિક નાગરિકોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓનું કહેવું છે કે અમારી દીકરીઓ અહીં સુરક્ષિત નથી અને તેમણે સ્કૂલ પ્રશાસન પાસે દીકરીઓની સુરક્ષા માટે ગેરંટી માંગી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર