મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક દિલ દહેલાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. વાત એમ બની કે, જ્યારે એક યુવકને તેની ગર્લફ્રેન્ડ છોડીને જતી રહી તો તેને તે વાતનુ એટલુ લાગી આવ્યુ કે તેણે પોતાની જાતને જીવતી સળગાવી દીધી. આ અકસ્માતમાં પ્રેમીનું મોત થયું છે. પ્રેમીએ છરી વડે હાથની નસ કાપવાના એક દિવસ પહેલા વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
શું હતો મામલો ?
સૂત્રોના જણાવ્યા મુજબ છોલા મંદિરમાં રહેનારા નીરજ વિશ્વકર્મા જોગીપુરામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ કરતો હતો. પ્રેમી યુગલ છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. પોલીસે જણાવ્યું કે નીરજ ડ્રગ્સનો વ્યસની હતો અને વ્યવસાયે ઓટો ડ્રાઈવર હતો. નશાની આદતને કારણે બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થયો હતો. આખરે તેના પ્રેમીની નશાની આદતથી પરેશાન યુવતી નીરજને છોડીને તેના ઘરે જતી રહી હતી. જેના કારણે નીરજ ખૂબ દુ:ખી હતો.
નીરજ શનિવારે સવારે તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડને ઘરની બહારથી બૂમો પાડવા માંડ્યો. ઘણા સમય સુધી જ્યારે કોઈ ઘરની બહાર ન આવ્યું ત્યારે નીરજે પોતાના પર પેટ્રોલ નાખીને ખુદને આગ ચાંપી દીધી. ઉલ્લેખનીય છે કે ઘટના સમયે નીરજની ગર્લફ્રેન્ડ ઘરે નહોતી અને તે પોતે નીરજને મળવા તેના ઘરે જવા નીકળી ગઈ હતી.