પોલીસને ગેંગવોરનો શક
ગઈકાલની ઘટના પછી પોલીસે જણાવ્યુ હતુ કે સોનૂ અને આશીષ નામના વ્યક્તિઓને અન્ય ગ્રાહકો અને સૈલૂન કર્મચારીઓ સામે અનેક ગોળીઓ મારવામા આવી. બંનેની વય લગભગ 30 વર્ષના નિકટ છે. આ ઘટનાનું એક કથિત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, જેમાં એક પીડિતા હુમલાખોરો સાથે આજીજી કરતી જોઈ શકાય છે. હુમલાખોરોએ ભારે ગુસ્સામાં તેને માથામાં ગોળી મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે સોનુને માથામાં એક વખત ગોળી વાગી હતી, જ્યારે આશિષને માથામાં ત્રણ વાર અને છાતીમાં એક વાર વાગી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત દુશ્મનાવટ હોવાની આશંકા છે, પરંતુ ગેંગ વોરની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ બંને હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.