યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના સાળા સાથે મળીને તેના પતિની હત્યા કરી અને પછી બાગેશ્વર ધામમાં જઈને સેવા કરવા લાગી. આ મહિલા છેલ્લા 8 મહિનાથી તેના સાળા સાથે બાગેશ્વર ધામમાં ફરજ બજાવતી હતી. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ અને તેના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે.
શુ છે આખો મામલો ?
સીતાપુરનો રહેનારો દિનેશ અવસ્થી કાનપુરના ખરેસા ગામમાં રહેતો હતો. તેણે 2 વર્ષ પહેલા પૂનમ અવસ્થી ઉર્ફ ગુડિયા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. દિનેશનો ભાઈ મનોજ પણ તેમની સાથે રહેતો હતો. ગુડિયાનુ ચરિત્ર સારુ નહોતુ. દિનેશ અવસ્થી જ્યારે પોતાની ટ્રક લઈને બીજા શહેરમાં જતો રહ્યો તો ગુડિયાએ દિનેશના ભાઈ મનોજને પોતાની જાળમાં ફસાવીલીધો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધી લીધા.
પોતાનુ રહસ્ય ખુલતા જ પત્ની પૂનમ, દિયર મનોજને લઈને ઘરેથી ફરાર થઈ ગઈ અને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. બીજી બાજુ પોલીસે બિઘનૂ પોલીસ સ્ટેશન પર દિનેશના ત્રીજા ભાઈની ફરિયાદ પર પત્ની પૂનમ અને ભાઈ મનોજ વિરુદ્ધ હત્યાનો રિપોર્ટ નોંધાવ્યો.