કાનપુરની કળયુગી માતા - પુત્રના ગળામાં બાંધેલા તાવીજના દોરાથી જ ગળુ દબાવી દીધુ, દાંતથી અનેક જગ્યાએ કરડવાના નિશાન

શનિવાર, 24 મે 2025 (13:17 IST)
ઉત્તરપ્રદેશના કાનપુરમા એક માતાએ પોતાના બાળકના ગળામાં પડેલ તાવીજથી જ તેનુ ગળુ દબાવી નાખ્યુ તેનાથી પણ તેનુ દિલ ન ભરાયુ તો તેણે માસૂમને દાંતોથી અનેક જગ્યાએ બચકા ભર્યા. જ્યારબાદ તેની ડેડ બોડી ચાદરમાં લપેટીને તેના બાબાના બગલમાં મુકી આવી અને નીચે આવીને કિચનમાં કામમાં લાગી ગઈ. જ્યારે ઘણી વાર સુધી બાળકના શરીરમાં કોઈ હરકત ન થઈ તો પરિવારે કોહરામ મચાવ્યો. ત્યારબાદ પોલીસને મામલાની માહિતી આપવામાં આવી.  પોલીસે આરોપીની માતાની ધરપકડ કરી અને મામલાની તપાસ શરૂ કરી દીધી.  
 
મામલો ઉત્તર પ્રદેશના કાનપુર કમિશ્નરેટનો છે. અહી નરવલ પોલીસ ક્ષેત્રમાં એક માતાએ પોતાના ચાર વર્ષના બાળકની હત્યા કરી દીધી.  આરોપી માતાએ બાળકના ગળામાં પડેલ તાવીજથી તેનુ ગળુ દબાવી દીધુ અને તેના શરીર પર દાંત વડે અનેક જગ્યાએ નિશાન બનાવી દીધા.   
 
હત્યા બાદ બાબા પાસે છોડ્યો 
બાળકની હત્યા બાદ માતાએ તેને એક ચાદરમાં લપેટ્યો અને છત પર લઈ ગઈ. અહી તેના બાબા સૂઈ રહ્યા હતા તો તેમના બગલમાં બાળકને મુકી આવી. ઘણી વાર સુધી જ્યારે બાળકના શરીરમાં કોઈ હરકત ન થઈ તો ઘરમાં બબાલ મચી ગઈ.  ત્યારબાદ પોલીસને સૂચના અપવામાં આવી. પોલીસે પરિવારની પૂછપરછ કરી તો મૃતક બાળકની માતાનો પ્રેમ પ્રસંગની જાણ થઈ. માતાને જ્યારે કડકાઈથી પૂછવામાં આવ્યુ તો તેણે હત્યા કબૂલ કરી લીધી. આરોપી માતા એક મહિના પહેલા પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ફરાર થઈ ગઈ હતી. પતિએ પ્રેમીના ઘરના લોકો પર દબાણ બનાવ્યુ તો તે ફરીથી પોતાના ઘરે પરત આવી. પરંતુ પોતાના પ્રેમી સાથે  સંબંધ નહી તોડ્યો. 
 
પોલીસનુ નિવેદન 
 સાસરિયાં પાછા ફરતી વખતે, પતિ સુશીલે મનીષાને ખૂબ જ ઠપકો આપ્યો, જેના પર મનીષાને લાગ્યું કે તેનું બાળક તેના પ્રેમમાં અવરોધ છે અને તેણે બાળકને રસ્તામાંથી દૂર કરી દીધું. તે જ સમયે, આરોપી માતાનું કહેવું છે કે તેણીએ આ પગલું ભર્યું કારણ કે તે તેના પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી. એસીપી સુધીર કહે છે કે બાળકની હત્યાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પિતાની ફરિયાદ પર, આરોપી માતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને જેલમાં મોકલવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર