સુરતમાં શિક્ષકે ટ્યુશનમાં આવતા બાળકોને બીભત્સ વીડિયો બતાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

રવિવાર, 26 માર્ચ 2023 (07:51 IST)
સુરતમાં બાળકો સાથેના અત્યાચારની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી 9 વર્ષના બે બાળકો સાથે ટ્યુશનના શિક્ષક દ્વારા જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ટ્યુશનના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બીભત્સ વીડીયો બતાવીને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. બનાવ અંગેની જાણ પરિવારને થતા પરિવાર દ્વારા ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિદ્યાર્થીઓના પરિવારની ફરિયાદને આધારે ટ્યુશન શિક્ષક સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના વિસ્તારમાં આવેલ શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ મુકબિર મોહમ્મદ બસીરૂદ્દીન શેખ પ્રાઇવેટ મદરેસા ટ્યુશન ક્લાસ ચલાવે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. મૂળ ઝારખંડના રહેવાસી છે. તેમના ટ્યુશન ક્લાસમાં 40થી 50 વિદ્યાર્થીઓ રોજ આવતા હોય છે. દરમિયાન મોહમ્મદ બસિરુદ્દીન શેખ દ્વારા તેને ત્યાં ટ્યુશન ક્લાસ પર આવતા નવ વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા શિક્ષક મોહમ્મદ બસીરુદ્દીન શેખ સામે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.ઉધનાના શાંતિનગર ખાતે મદરેસાનું ટ્યુશન આપતા શિક્ષક બસીરુદ્દીન શેખ સામે 9 વર્ષના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું છે કે, શિક્ષક બંન્ને બાળકોને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ બન્ને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકો ટ્યુશન ક્લાસ પર જતા હતા. દરમિયાન આ પ્રકારના અશ્લીલ વિડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને અન્ય રૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર