સગા મામાએ જ ભાણેજની કરી હત્યાં, પુરાવા છુપાવવા લાશના સાત ટુકડા કરીને ફેંકી દીધા

સોમવાર, 13 ઑક્ટોબર 2025 (09:50 IST)
સુરતના ભાઠેના વિસ્તારમાં સગાસંબંધીઓના સંબંધોને શર્મસાર કરતી અને ક્રૂરતાની હદ વટાવતી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. ધંધાના હિસાબ અને પૈસાની લેતી-દેતીના વિવાદમાં મામાએ પોતાના જ ભાણેજની હત્યા કરી નાખી. એટલું જ નહીં, હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી મામાએ લાશના સાત ટુકડા કરીને મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા.
 
આપણા સમાજમાં મામા અને ભાણેજના સંબંધને ખૂબ જ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે એક ભાણેજને જમાડવાથી 100 બ્રાહ્મણોને જમાડ્યા બરોબરનું પુણ્ય મળે છે. પરંતુ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે મામા અને ભાણેજના સંબંધને કલંકિત કરી છે. જી હા સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતેથી એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળીને સૌ કોઈના રુવાડા ઊભા થઈ જશે. આ ઘટનામાં ખુદ મામા એ તેના ભાણેજની નિર્મમ હત્યા કરી નાખી છે. એટલું જ નહીં પરંતુ હત્યા કરીને મામાએ તેના ભાણેજના શરીરના સાત ટુકડા કરી તેને થેલામાં ભરી ખાડીમાં નાખી દીધા

 
આરોપી મામા મોહમ્મદ ઇફ્તિકારે સોમવારની વહેલી સવારે હત્યાનો અમલ કર્યો. જ્યારે ભાણેજ આમિર ઊંઘમાં હતો, ત્યારે મામાએ વજનદાર હથોડી વડે તેના માથામાં ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપીએ નરપિશાચ જેવું કૃત્ય આચર્યું. તેણે છરા વડે લાશના 7 ટુકડા કર્યા. આ ટુકડાઓ કોથળામાં પેક કરીને તે જ રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડીમાં નાખી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી મામા કોથળા ભરેલા મોપેડ સાથે જતો જોવા મળે છે.
 
મામા-ભાણેજ ઉધના રોડ નંબર પર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા. ઘણાં સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો. જેથી હિસાબોને લઈ બંને વચ્ચે ઝગડાઓ શરૂ થયા હતા. મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. જેથી મામાએ સંજય નગર પાસે ખાતું ભાડે રાખી લીધું હતું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણજને કહેતા ભાણેજે ના પાડી દીધી હતી.. જેને લઇને મામાના મનમાં ગુસ્સો હતો. આખરે તેણે ભાણેજની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો


પોલીસે તેની ઉલટ તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન મામાએ તેના ભાણેજ ની હત્યા કર્યાની કબુલાત કરી દીધી હતી. પોલીસે હત્યા કરનાર મામા મહંમદ ઈતીકારની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર