Fake Doctor: 8મુ પાસ ને પણ 70 હજારમાં વેચી રહ્યો હતો મેડિકલ ડિગ્રી, સુરતમાંથી પકડાઈ ગેંગ

શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (11:27 IST)
medical degree
Gujarat Fake Medical Degree Racket: ગુજરાતના સૂરતમાં મોટુ સ્કેમ બહાર આવ્યુ છે. અહી એક ગેંગ 8મુ પાસને પણ 70 હજાર રૂપિયામાં મેડિકલ ડિગ્રી વેચી રહ્યો હતો. જી હા ફરજી બેચલર ઓફ ઈલેક્ટ્રો-હોમિયોપેથી મેદિસિન એંડ સર્જરી (BEMS) ડિગ્રી આપનારા 10 ફરજી ડોક્ટરો સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસ દ્વારા રજુ  કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ત્રણ આરોપીઓ 70,000 રૂપિયામાં નકલી BEMS ડિગ્રી વેચતા હતા. તેઓની ઓળખ સુરતના રહેવાસી રસેશ ગુજરાતી, અમદાવાદના રહેવાસી બીકે રાવત અને તેમના સહયોગી ઈરફાન સૈયદ તરીકે થઈ છે. અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતી અને રાવત 'બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન, અમદાવાદ'ની આડમાં તેમની ગેંગ ચલાવતા હતા.
 
પોલીસે જણાવ્યુ કે આરોપીઓના ક્લીનિકો પરથી એલોપૈથિકને હોમિયોપૈથિક દવાઓ, ઈંજેક્શન, સિરપની બોટલો અને પ્રમાણ પત્ર જપ્ત કર્યા છે.  
 
આ લોકો ફેક વેબસાઈટ પર 'ડિગ્રી' રજીસ્ટર કરાવતા હતા. પોલીસે જણાવ્યું કે જ્યારે મુખ્ય આરોપીને ખબર પડી કે ભારતમાં ઈલેક્ટ્રો-હોમિયોપેથી સંબંધિત કોઈ નિયમો નથી, ત્યારે તેણે આ કોર્સમાં ડિગ્રી આપવા માટે એક બોર્ડ બનાવવાની યોજના બનાવી. પોલીસે જણાવ્યું કે તેણે પાંચ લોકોને રાખ્યા અને તેમને ઈલેક્ટ્રો-હોમિયોપેથીની તાલીમ આપી. તેણે ત્રણ વર્ષથી ઓછા સમયમાં કોર્સ પૂરો કર્યો, તેને ઇલેક્ટ્રો-હોમિયોપેથી દવાઓ લખવાની તાલીમ આપી.
 
કેટલાક સમય પછી જ્યારે નકલી ડોક્ટરોને જાણ થઈ કે લોકો ઈલેક્ટ્રો હોમિયોપેથીને લઈને શંકાસ્પદ છે તો તેમણે પોતાની યોજના બદલીનાખી અને લોકોને ગુજરાતના આયુષ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ ડિગ્રી આપવા લાગ્યા.  તેઓ દાવો કરવા લાગે છે બોર્ડ   BEHM નુ રાજ્ય સરકાર સાથે ગઠબંધન છે.  
 
પોલીસે જણાવ્યુ કે તેમણે ડિગ્રી માટે 70000 રૂપિયા લીધા અને તેમને તાલીમ આપવાની રજુઆત કરી અને કહ્યુ કે આ પ્રમાણપત્રની સાથે તેઓ કોઈપણ સમસ્યા વગર એલોપેથી, હોમિયોપેથી અને આરોગ્યનો અભ્યાસ કરી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર