સુસાઈડ કે મર્ડર, પીરામઢી ફ્લાઈઓવરમાં 3 લાશોનુ શુ છે કનેક્શન ? પોલીસ તપાસમાં મોટો ખુલાસો

સોમવાર, 9 ફેબ્રુઆરી 2026 (11:17 IST)
Peeragarhi car dead bodies
દિલ્હીના વ્યસ્ત વિસ્તારમાંથી એક એવા પીરાગઢી ચોક માં એ સમયે ભય ફેલાય ગયો જ્યારે રવિવારે સાંજે ફ્લાઈઓવર પર ઉભેલી એક લાવારિસ કારની અંદરથી એક સાથે ત્રણ લાશો જપ્ત કરવામાં આવી. મૃતકોમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ છે. આ ટ્રિપલ ડેથ મિસ્ટ્રી અનેક પ્રકારના સવાલ આ ટ્રિપલ ડેથ મિસ્ટ્રી અનેક પ્રકારના સવાલ ઉભા કરી રહી છે. જેવા કે એ કાર ફ્લાયઓવર પર શુ કરી રહી હતી.  સામૂહિક આત્મહત્યા કરનારા ત્રણ મૃતકોનુ શુ કનેક્શન છે ?  પરંતુ મહત્વપૂર્ણ માહિતી મળી છે. પોલીસ આ કેસમાં બે લોકોની પૂછપરછ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં મૃત્યુ પામેલી મહિલા લક્ષ્મી શિવ નરેશને ઓળખતી હતી. બંને ખૂબ જ નજીક હતા. શિવ નરેશ અને રણધીર બંને છ વર્ષથી પ્રોપર્ટીના વ્યવસાયમાં હતા. શરૂઆતની તપાસમાં આત્મહત્યાનો કેસ હોવાનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આ કેસની અનેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. શિવ નરેશનું હેલ્મેટ અને ટ્રેકસૂટ કારની પાછળની સીટ પરથી મળી આવ્યા હતા. જોકે, તેની બાઇક ક્યાં છે તે જાણી શકાયું નથી. શિવ નરેશ મૂળ યુપીના એટાહનો રહેવાસી હતો.
 
રવિવારે બપોરે લગભગ 3:51 વાગે ફાયર વિભાગને સૂચના મળી કે પીરાગઢી ફ્લાઈઓવર પર એક ટાટા ટિગોર કાર (DL 7 CU 6492) શંકાસ્પદ હાલતમાં ઉભી છે. જ્યારે પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોચી તો કારની અંદરનો નજારો જોઈને અધિકારીઓના હોશ ઉડી ગયા. કારની અંદર ત્રણ લોકો બેહોશ પડ્યા હતા. જેમનુ મોત થઈ ચુક્યુ હતુ. મૃતકોની ઓળખ રણધીર સિંહ (76 વર્ષ): દિલ્હીના બાપ્રોલાના રહેવાસી, શિવ નરેશ સિંહ (47  વર્ષ) અને લક્ષ્મી દેવી (40 વર્ષ).

ગાડીની અંદર શુ મળ્યુ  ?

પોલીસની કારની શોધ દરમિયાન કેટલોક સામાન મળ્યો છે. જે આ રહસ્યને શંકાસ્પદ બનાવે છે. તેમા સોફ્ટ ડ્રિંક બોટલ, હેલમેટ, ગમછા અને એક ત્રેક સૂટ મળ્યો. 
 

પરિવારનો દાવો: "આ આત્મહત્યા નથી, હત્યા છે"

મૃતક રણધીર સિંહનો પરિવાર દુખી નથી. રણધીરના ભાઈ, પુત્રી અને ભત્રીજાએ પોલીસની આત્મહત્યાની શરૂઆતની શંકાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે કહ્યું, "તે આર્થિક રીતે ખૂબ જ મજબૂત હતો અને ખુશમિજાજ સ્વભાવનો હતો. તે સવારે નરેશ સાથે ઘરેથી નીકળ્યો હતો. અમને શંકા છે કે કોઈએ તેની સાથે કંઈક અયોગ્ય કર્યું છે અથવા તેની હત્યા કરવામાં આવી છે. તે ક્યારેય આત્મહત્યા જેવું પગલું નહીં ભરે."
 

તપાસના ઘેરામાં ત્રણ નુ કનેક્શન 

પોલીસ માટે સૌથી મોટો કોયડો એ છે કે આ ત્રણેયનુ પરસ્પર શુ કનેક્શન હતુ અને એ સમયે તેઓ ત્યા શુ કરી રહ્યા હતા.  ?
 

પોલીસની કાર્યવાહી CCTV તપાસી રહી છે પોલીસ 

 
પોલીસ કારના રૂટને ટ્રેક કરવા માટે પીરાગઢી અને આસપાસના રસ્તાઓ પરથી સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી રહી છે. ડીસીપી આઉટર અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ નક્કી કરશે કે મૃત્યુ ઝેર, ગૂંગળામણ કે અન્ય કોઈ કારણસર થયા છે.
 

શુ કહે છે દિલ્હી પોલીસ ? 

 
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, આઉટર દિલ્હી ડીસીપી સચિન શર્માએ જણાવ્યું હતું કે, "અમને સાંજે 4 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કારમાં ત્રણ લોકો બેભાન હાલતમાં હતા. પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટેકનિકલ પુરાવા પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. તેઓ એકબીજાને જાણતા હતા, પરંતુ હાલમાં કંઈપણ કહેવું વહેલું ગણાશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર