અમદાવાદની સગીરા સોશિયલ મીડિયાથી પ્રેમમાં પડેલા યુવક સાથે કલાકો સુધી વાતો કરતી, માતાપિતા રોકે તો મરી જવા ધમકી આપતી

મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (11:22 IST)
શહેરની એક સગીરાને અભ્યાસ માટે આપેલા મોબાઈલ પર સોશિયલ મીડિયા થકી તે એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી અને અભ્યાસ છોડી આખો દિવસ પ્રેમી સાથે વાતો કરતી હતી. માતાપિતા ફોન લઈ લે તો મરી જવાની ધમકી આપતી હતી. અંતે પરિવારે અભયમનો સંપર્ક કરતાં સગીરાને સમજાવી મામલો થાળે પાડયો છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને ઓનલાઈન અભ્યાસ માટે પરિવારે નવો મોબાઈલ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ક્લાસના બહાને રૂમમાં બેસી રહેતી હતી અને કલાકો સુધી કોઈની સાથે ફોન પર વાતો કરતી હતી. પરિવારના ધ્યાને આ વાત આવતા તેમણે તપાસ કરતા સગીરા કોઈ યુવકના પ્રેમમાં પડી હોવાનું બહાર આવ્યંુ હતંુ અને તે ઓનલાઈન ક્લાસમાં મોટાભાગે ગેરહાજર રહી પ્રેમી સાથે વાતો કરતી હતી. સગીરાના પરિવારે તેને મોબાઈલ ફોન પાછો આપી દેવા અને કોઈની સાથે પણ ફોન પર વાતો નહીં કરવાની પાબંદી લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરાએ તેના પરિવારને ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું કે જો મારી પાસેથી મોબાઈલ લીધો તો હંુ આત્મહત્યા કરી લઈશ અથવા તો તમારી જાણ બહાર ઘરેથી જતી રહીશં. આ ઉપરાંત સગીરા પરિવાર સાથે અસભ્ય વર્તન પણ કરવા લાગી હતી. સગીરાની સ્થિતિ જોઈ માતાપિતાએ અંતે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો હતો અને મદદ માંગી હતી. અભયમની ટીમે સગીરાના ઘરે જઈને વાત જાણ્યા બાદ તેનું કાઉન્સેલિંગ કર્યંુ હતું જેમાં શરૂઆતમાં સગીરા ટસની મસ થવા તૈયાર નહતી જો કે અંતે સગીરાને તેની ભૂલ સમજાતા તેણે જણાવ્યું હતંુ કે, હવે હું પ્રેમસબંધ તોડી નાખીશ અને પ્રેમી સાથે વાતચીત નહીં કરું અને માતા-પિતાની દરેક વાત માનીશ. સગીર દીકરીનું બગડતું ભવિષ્ય સુધરી ગયું હોવાથી માતા-પિતાએ અભયમની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અભયમની ટીમે સગીરાની મુલાકાત લીધી ત્યારે શરૂઆતમાં તેણે કોઈની પણ સાથે તેને સબંધ ન હોવાનું રટણ કર્યું હતંુ, જો કે પોલીસ ટીમે તેનો મોબાઈલ તપાસતાં અંદરથી પ્રેમી સાથે ચેટિંગ તથા કોલ ડિટેઈલ્સમાં તેની સાથે વાતચીત કરતી હોવાનું ખુલ્યંુ હતું. અંતે સગીરાએ વાત સ્વીકારીને આ બધુ છોડી માતાપિતા કહે તેમ કરવાની બાયંધરી આપતા મામલો થાળે પડયો હતો. હાલ કોરોનાને કારણે ઓનલાઈન અભ્યાસ ચાલુ હોવાથી દરેક બાળકો પાસે મોબાઈલ ફોન હોય છે. આ સંજોગોમાં માતાપિતાની ફરજ છે કે તેમનંુ સંતાન ઓનલાઈન અભ્યાસ સિવાય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે કે કેમ તે જોવાની જવાબદારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર