જીવલેણ મિસાઈલ છે ક્રિકેટ બોલ, જાણો ક્રિકેટના મેદાનમાં દુર્ઘટનાઓનો ઈતિહાસ

ગુરુવાર, 27 નવેમ્બર 2014 (17:20 IST)
શેફીલ્ડ શીલ્ડ મેચ દરમિયાન એક બાઉંસરનો શિકાર બનેલ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન ફિલ હ્યુજેસનુ આજે બે દિવસ પછી અવસાન થયુ છે. પણ હવે ક્રિકેટ અને તેમા થઈ રહેલ સુરક્ષા ચુકને લઈને અવાજ ઉઠવા માંડ્યો છે. 
 
અનેક પૂર્વ ખેલાડીઓએ ક્રિકેટને ખતરનાક રમત માની છે. વેસ્ટઈંડિઝના બેટ્સમેન બ્રાયન લારાએ આને સૌથી ખતરનાક રમતોમાં સામેલ કરી છે અને સુરક્ષાને લઈને કામ કરવાની માંગ કરી છે. ક્રિકેટ એક સુદર રમત છે પણ આ ધ્યાન રાખવાની વાત છે કે આને બોલ ક્યારેક જીવલેણ મિસાઈલમાં બદલાય શકે છે.  
 
બીજી બાજુ ઓસ્ટ્રેલિયન કોલેજ ઓફ ઈમરજેંસી મેડિસિનના અધ્યક્ષ એંથોની ક્રોસે કહ્યુ કે માથા પર વાગવાથી સ્થિતિ ખરેખર ખતરનાક બની શકે છે.  તેમને કહ્યુ કે બોલ જ્યારે ઝડપી કે ફાસ્ટ હોય છે તો ખોપડીની અંદરનું બ્રેન હલી જવાનુ સંકટ રહે છે. ગંભીર વાગવાની સ્થિતિમાં બ્રેનમાં ઈંટરનલ બ્લીડિંગ થઈ શકે છે. જેનાથી મામલો વધુ નાજુક થઈ શકે છે. 
 
ક્રિકેટના મેદાનમાં દુર્ઘટનાઓનો ઈતિહાસ 
 
-1870 : નોટિઘમશયરના બેટ્સમેન જોર્જ સમર્સના માથા પર બાઉંસર વાગવાથી મૃત્યુ થઈ ગયુ 
- 1958-59 માં પાકિસ્તાનમા કાયદે આજમ ટ્રોફીની ફાઈનલમાં કરાંચીના વિકેટકીપર અબ્દુલ અજીજની દિલ પર બોલ વાગવાથી મોત થઈ ગયુ 
- 1971માં ગ્લેમોર્ગનના ક્રિકેટર રોજર ડેવિસ ગંભીર રૂપે ઘાયલ થયા. જો કે તેમનો જીવ બચી ગયો 
- 1993માં લંકાશાયરના ક્રિકેટર ઈયામ ફોલીનુ વાગવાથી મોત 
- 1998માં બાગ્લાદેશમાં ભારતીય ક્રિકેટર રમન લાંબાને બોલ માથામાં વાગવાથી તેમનુ મોત થઈ ગયુ. 
- ભારતીય ક્રિકેટર નારી કંટ્રેક્ટરનુ કેરિયર બાઉસર પર ઘાયલ થયા પછી સમાપ્ત થઈ ગયુ 
- 2009માં દ. આફ્રિકામાં એક અંપાયરનુ મોત થઈ ગયુ. ફિલ્ડરનો થ્રો તેમના માથા પર વાગ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો