સરદેસાઇની સ્મૃતિમાં પુરસ્કાર

ભાષા

શુક્રવાર, 13 જુલાઈ 2007 (14:04 IST)
ભારતના ક્રિકેટ નિયંત્રણ મંડળ 'બીસીસીઆઇ'ની મારફત હાલમાં દિવંગત થયાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ સરદેસાઇના નામે એક નવું પુરસ્કાર આપવાનું કહેવાયું છે. તે રીતે, ભારત અને વેસ્ટ ઇંડીઝ વચ્ચે રમનાર સીરીઝના સૌથી સારાં બેસ્ટ્મેનને આ પુરસ્કાર આપવામાં આવશે.

2 જુલાઇના દિવસે તેમનું દેહાંત થયાં પછી બોર્ડના પ્રમુખ શરદ પંવારે જણાવ્યું છે કે 'મુંબઇ ક્રિકેટ એસોસિએશન' અને 'ક્રિકેટ ક્લબ ઓફ ઇંડિયા'ની મારફત સંયુક્ત રીતે કરવામાં આવેલ શ્રદ્ધાંજલીની સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શરદ પવારે સરદેસાઇના કુટુંબીઓને આ માટે સૂચવ્યું હતું, જ્યારે તેમના સંદેશને ક્રિકેટ બોર્ડના સીઈઓ રત્નાકર શેટ્ટીએ વાંચ્યું હતું.

તેમણે જણાવ્યું કે 'એમસીએ'ની મારફત 'અંડર-19'ના વર્ગમાં એક ક્રિકેટરને દર વર્ષે 3થી4 અઠવાડિયાના પ્રશિક્ષણ માટે' ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એકાડમી' પાસે મોકલવામાં આવશે. આ સિવાય, ગોઆના ક્રિકેટ સંઘે પણ ત્યાંના મડગાંવમાં જન્મેલાં સરદેસાઇના નામે ત્યાં બની રહ્યાં સ્ટેડિયમમાં એક સ્ટેંડ રાખવાનું કહ્યું છે.


વેબદુનિયા પર વાંચો