''સબસે આગે હોગે હમ હિન્દુસ્તાની''

દિપક ખંડાગલે

મંગળવાર, 25 સપ્ટેમ્બર 2007 (18:00 IST)
જોહનસબર્ગ (વેબદુનિયા) ભારતે ટ્વેંટી-20 વિશ્વકપના ફાઇનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો .આજના આ નિર્યાણક મેચ લાખો ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી છે. ભારત-પાકના નિર્ણયક મેચના કારણે શહેરોના રસ્તાઓ સુના પડી ગયાં હતાં.

સટ્ટા બજારમાં આજે ગરમાઇ જોવા મળી હતી સટ્ટેબજોનો 12 કરોડનો સટ્ટો લાગેલ છે. ભારતીય સટ્ટા બજારમાં ભારતનો ભાવ 80 પૈસા હતો જ્યારે પાકિસ્તાનનો ભાવ 90 પૈસા હતો. આજની મેચ પર 5,000 કરોડનો દાવ લાગ્યો છે.

આ મેચનો લ્હાવો ઉઠાવવા માટે ભારતીય સુપર સ્ટાર અભિનેતા કિંગખાન તથા શરદ પવાર અને અગ્રિણ ઉદ્યોગપતિ વિજય માલ્યા હાજર રહ્યાં હતાં.

ભારતીય જાંબાજોએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યાં હતાં. ભારતના બેસ્ટમેનો શરૂઆતમાં ઢીલા રહ્યાં હતાં. ગત મેચમાં ઇજા પહોંચવવાને કારણે આજે વિરેન્દ્ર સહેવાગના સ્થાને યુસુફ પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેચના 2.5 ઓવરમાં યુસુફ પઠાણના રૂપમાં ભારતે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 5.3 ઓવરમાં રોબિન ઉથ્થપાના ભારતને રૂપે બીજા વિકેટનું નુકશાન ભોગવવું પડ્યું.

ગૌતમ ગંભીરે પોતાનું સંતુલન જાળવી રાખી તેને 75 રનની ભારતીય ટીમને ભેટ આપી હતી જ્યારે રોહિત શર્મા અને ઇરફાન પઠાન 3 રન બનાવી અણનમ રહ્યાં હતાં. સિકસરોના શહેનશાહ યુવરાજ સિંહ આજે કંઇ ખાસ યોગદાન આપી શક્યાં ન હતાં. પાકિસ્તાનના સુકાની પણ યુવરાજની ગત રમત જોઇ તેઓ પણ દબાણમાં જોવા મળ્યાં હતાં.

અંતિમ ઓવરમાં પાકિસ્તાનને 13 રન બનાવવાના હતાં ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ અંતિમ ઓવર જોગીન્દર શર્માને આપવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ વાઇડ ફેક્યો હતો અને ત્યારબાદ બીજા બોલમાં બિસબાલ-ઉલ-હકે છગ્ગો માર્યો હતો અને મેચ રસાકસી ભરી અને રોમાંચક બની ગઇ હતી.

અને ત્રીજા બોલે રીવર્સશોટ મારવા જતાં શ્રીશાંતે કેચ લપકી લીધો હતો આ સાથે પાકિસ્તાન ટીમ ઓલઆઉટ થઇ ગઇ અને ભારતનો 5 રને ભવ્ય વિજય મેળવીને જ વિશ્વકપ પર પોતાનો કબજો જમાવી લીધો હતો. જીતની સાથે કિંગખાને પોતાની આગવી અદામાં ભારતીય ટીમને જીતની શુભેચ્છા પાઠવી છે અને માહી પોતાના પર કાબૂ રાખી શક્યા ન હતા અને પોતાની ટી-શર્ટ ઉતારી એક નાનકડા પ્રશંસકને ભેટ કરી દિધી હતી.

આ જીત દરેક ભારતવાસીની જીત છે લોકોમાં ખુશી માહોલ ફેલાઇ ગયો હતો. રાંચી માહીના શહેરમાં અને યુવીના શહેરમાં તથા વડોદરામાં ઇરફાન પઠાણમાં શહેરમાં લોકોના ટોળાં રસ્તા પર આવી ગયાં અને નાચ-ગાન સાથે ખુશી વ્યકત કરી હતી. આજે આખા ભારતમાં દિવાળી પહેલાં દિવાળી જેવું વાતાવરણ છવાઇ ગયું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ભારતીય ટીમને 8 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તથા યુવરાજને 1 કરોડનું ઇનામ આપવામાં આવશે.

ભારતીય બોલર ઇરફાન પઠાણે 4 ઓવર ફેંકી 3 વિકેટ ઝડપી હતી અને આર પી સિંધે 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જોગીન્દર શર્માએ 2 વિકેટ અને શ્રીશાંતે 1 વિકેટ ઝડપી હતી.

અને તેની સાથે મેચના અંતે ઇરફાન પઠાણને મેન ઓફ ધ મેચ બન્યાં હતાં.મેચ જીતતાની સાથે દરેક જગ્યાએ ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. સ્ટેડિયમ રંગબેરંગી ફટાકડાઓથી ગાજી ઉઠ્યું હતું. આ સાથે ભારતે વિદેશની ધરતી પર ભારતનો ધ્વજ ફરકાવી દેશનું નામ રોશન કર્યું છે.

પાકિસ્તાન શાઇદ આફ્રીદીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેંટ જાહેર કરવામાં આવ્યાં હતાં.

આજ સુધી ભારત-પાકિસ્તાન સાત વખત ફાઇનલમાં ટકરાયું છે જેમાં પાંચ વખત પાકિસ્તાનનો વિજય થયો છે. આજે 24 વર્ષ બાદ ભારતે વિશ્વકપ પર કબજો કર્યો છે.

કરાંચી પર ભારે પડ્યું રાંચી...

ભારતે પાકિસ્તાનનું કર્યું ચિરહરણ.....

ભારતીય વીરજાંબાજોની સ્કોરબોર્ડ...

લાઇવ સ્કોર કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

વેબદુનિયા પર વાંચો