શ્રીનિવાસન રાજીનામુ નહી આપે તો આદેશ આપીશુ - સુર્પીમ કોર્ટ

મંગળવાર, 25 માર્ચ 2014 (12:34 IST)
W.D
આઈપીએલ 6માં સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગના આરોપીની તપાસ કરી રહેલ જસ્ટિસ મુદ્દગલ કમિટિની રિપોર્ટ પર આજે સુપ્રીમ કોર્ટે મુખ્ય સુનાવણી દરમિયાન બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસનને જોરદાર આંચકો આપતા કહ્યુ કે શ્રીનિવાસન રાજીનામુ આપે, જો તેઓ નહી હટ્યા તો અમે આદેશ રજૂ કરી દઈશુ. સાથે જ સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે શ્રીનિવાસન પોતાની ખુરશીને કેમ ચિપકી બેસ્યા છે. કોર્ટની આ ટિપ્પણી પછી શ્રીનિવાસન પર રાજીનામાનુ દબાણ વધી ગય છે. બીજી બાજુ શ્રીનિવાસને તેના પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કરી દીધો.

ઉલ્લેખનીય છેકે આઈપીએલની મેચો ફિક્સ થાય છે અને તેમાં સટ્ટો ચાલે છે તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે મુદગલ કમિટીની રચના કરી હતી. તેના અહેવાલમાં એવું જણાવાયું હતું કે આ દીશામાં યોગ્ય અને મુક્ત તપાસ થઈ શકે તે માટે બીસીસીઆઈના પ્રમુખ શ્રીનિવાસને રાજીનામું આપી દેવું જોઈએ. શ્રીનિવાસન હોદ્દા પર હોય ત્યાં સુધી યોગ્ય તપાસ થઈ શકે તેમ નથી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું કે શ્રીનિવાસન કેમ પોતાની ખુરશીને વળગી રહ્યા છે. જો તેઓ જાતે પોતાની ખુરશી નહીં છોડે તો અમારે આદેશ આપવો પડશે.

વેબદુનિયા પર વાંચો