વિશ્વકપમાં ભારતની આગેવાની કરશે 'બોસ' ફ્લેચર - મહેન્દ્ર સિંહ ધોની

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (14:20 IST)
ટીમ ઈંડિયાના કપ્તાને પોતાના કોચના વખાણ કરતા કહ્યુ છે કે આગામી વર્ષના વર્લ્ડકપ સુધી ટીમના કોચ ફ્લેચર જ રહેશે. સૂત્રો મુજબ ધોનીના આ નિવેદનથી  BCCI નારાજ થઈ ગયુ છે. BCCIના એક સીનિયર અધિકારીએ કહ્યુ, કે "ધોની કોચની પસંદગી નથી કરી શકતા. આનુ ડિસીઝન BCCIએ લેવાનુ હોય છે.  આ જ રીતે સિલેક્શન કમિટી વર્લ્ડકપ માટે કોચ અને કપ્તાનની પસંદગી કરશે. BCCIના અધિકારી મુજબ બોર્ડ તરફથી ફ્લેચરના કામકાજની સમીક્ષા કરવાને લઈને સંકેતો છતા ધોનીના કોચના ભવિષ્યને લઈને નિવેદન આપી દીધુ. બોર્ડના એક અધિકારીનુ કહેવુ છે કે ધોની એવા લોકોને પસંદ નથી કરતા જે તેમને પ્રશ્ન કરે. જ્યારે કે શાસ્ત્રી સવાલ જરૂર પુછશે. તેથી ધોનીએ ફ્લેચરને ટીમના બોસ બતાવ્યા છે." 
 
ધોનીએ કર્યો ફ્લેચરનો બચાવ 
 
ઈગ્લેંડના અગેંસ્ટ ટેસ્ટ શ્રેણીમાં 1-3થી હાર મળ્યા બાદ એવી અટકળો હતી કે હવે ફ્લેચરના ટીમ સાથે જોડાવ હવે વધુ દિવસ માટે  નથી. અનેક દિવસોથી લોકો આ અંગે BCCI તરફથી આ મામલે નિવેદનની આશા કરી રહ્યા હતા પણ ધોનીએ ફ્લેચર અંગેનો મામલો સાચવી લીધો. ધોનીઈ ફ્લેચરન વિશે કહ્યુ 'તેમના અધિકારોમાં કોઈ કપાત નથી કરવામાં આવી.  મને નથી ખબર કે લોકો બહાર શુ અનુમાન લગાવી રહ્યા છે. પણ હકીકત એ છે કે ટીમના ઓપરેશંસ પહેલા જેવા જ હશે.  ટીમ સાથે થોડા વધુ સપોર્ટ સ્ટાફ જોડાયો છે પણ ઓપરેશંસ નહી બદલાય. 
 
હવે થશે ટક્કર 
 
BCCIએ રવિ શાસ્ત્રીને ટીમના ડાયરેક્ટર બનાવ્યા હતા. નિમણૂક પછી શાસ્ત્રીએ કહ્યુ હતુ કે હવે તેઓ બધી બાબતો જોશે. કોચ પણ તેમને રિપોર્ટ કરશે. પણ ધોનીના નિવેદન પછી હવે શાસ્ત્રી અને તેમની વચ્ચે ટક્કરની સ્થિતિ ઉભી થઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો