વિક્રમી વિજય સાથે ભારતે શ્રેણી જીતી.

વાર્તા

રવિવાર, 3 જૂન 2007 (10:33 IST)
ઢાકા, 27 મે રવિવાર. ભારતના સલામી હરોળના બેટ્સમેનો તથા જાહીર ખાન અને કુંબલેની ઘાતક
બોલીંગ વડે ભારતે બીજી ટેસ્‍ટ વિક્રમી માર્જીન સાથે જીતી લીધી છે.

સચિનને મેન ઓફ ધી સિરીઝ અને ઝાહીર ખાનને તેની ઘાતક બોલીંગના કારણે મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતાં.

ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્‍ટ એક દાવ અને 239 રનથી જીતીને શ્રેણી 1-0 થી જીતી લીધી છે.

સચિને તેના ફોર્મમાં પરત આવતાં બંને ટેસ્‍ટમાં સદી ફટકારી હતી. 127 ની એવરેજથી સચિને 254 રન બનાવ્યાં હતાં. બીજા ટેસ્‍ટમાં અણનમ 122 રન બનાવ્યાં હતાં.

આ ઉપરાંત સચિને પૂરી શ્રેણીમાં 19 ની એવરેજ સાથે ત્રણ વિકેટ પણ મેળવી હતી. બીજા ટેસ્‍ટનાં બીજા દાવમાં તેણે 35 રન આપી બે વિકેટ ખેરવી હતી.

સચિને પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના વિવેચકોના મુખ બંધ કરી દીધા છે. તેઓ તેને નિવૃતી લેવાની સલાહ આપતા હતાં.

વેબદુનિયા પર વાંચો