રિચર્ડસ સાથેની તુલનાથી ગર્વ : સેહવાગ

ભાષા

શુક્રવાર, 1 જાન્યુઆરી 2010 (10:53 IST)
80 ના દશકામાં વેસ્ટ ઈંન્ડિઝના વિવિયન રિચર્ડસને સૌથી મોટા વિસ્ફોટક બેટઘરનું બિરુદ મળ્યું હતું. આ માન તાજેતરમાં ભારતના બેટઘર વિરેન્દ્ર સહેવાગને આપવામાં આવી રહ્યું છે પરંતુ ખુદ સેહવાગ કહે છે કે, તેને કીંગ રિચર્ડસ બનવા માટે હજુ ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.

સેહવાગે કહ્યું હતું કે, હજુ મારે ઘણુ ક્રિકેટ રમવાનું બાકી છે. રિચર્ડસની નજીક પહોંચવા હજુ મારે ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે. તે એક મહાન બેટઘર હતાં તમના જેવી ફળતા હાંસલ કરવી આસાન વાત નથી પરંતુ એ પણ સત્ય છે કે, તેની સાથે મારી તુલના થાય છે જેથી મને ગર્વ અનુભવ થાય છે.

વેબદુનિયા પર વાંચો