મોદીને ખબરો લીક કરવાની ટેવ : શ્રીનિવાસન

ભાષા

ગુરુવાર, 27 મે 2010 (11:24 IST)
ND
N.D
બીસીસીઆઈના સચિવ એન. શ્રીનિવાસને આઈપીએલના બરખાસ્ત કમિશ્નર લલિત મોદીના મીડિયામાં ખબરો લીક કરવા પર રોષ વ્ય્કત કર્યો છે. શ્રીનિવાસને બુધવારે કહ્યું કે, મોદીની આદત છે કે, તે બોર્ડથી સંબંધિત પત્ર અને ઈમેલ મીડિયામાં લીક કરી દે છે. આ ટેવ યોગ્ય નથી. કારણ કે, તેનાથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિવાદ ઉભો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લલિત મોદીએ મંગળવારે બોર્ડ પ્રમુખ શંશાક મનોહરને 14 પેજનો એક પત્ર ઈમેલ કર્યો હતો. તેમાં તેમણે મનોહર અને શ્રીનિવાસને ખુદ વિરુદ્ધ થઈ રહેલી તપાસની બહાર રહેવાની વાત કહી હતી. સાથે જ તેમણે આ બન્ને પદાધિકારીઓ પર અમુક આરોપો પણ લગાવ્યાં હતાં.

મોદીએ ચેન્નઈ સુપરકિંગ્સના માલિક શ્રીનિવાસનને આઈપીએલમાં દખલની વાત પણ ઉજાગર કરી હતી. મોદીએ કહ્યું હતું કે, શ્રીનિવાસ લીગના મેચોમાં અંપાયર ફિક્સિંગનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો