મહિલા વિશ્વ કપ રહ્યો વેંત દુર !

ભાષા

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (16:29 IST)
કપિલદેવના નિતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ 1983નો વિશ્વ કપ જીતી ઇતિહાસ રચ્યો હતો જ્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમ આ ગૌરવથી હંમેશા વેંત દુર રહી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એકવાર ફાઇનલમાં અને બે વાર સેમીફાઇનલમાં પહોંચી છે પરંતુ ચેમ્પિયન બની શકી નથી. આ ગૌરવ માટે હજુ તેને ઇંતેજાર છે.

મહિલા વિશ્વકપની શરૂઆત 1973માં થઇ હતી અને ત્યારથી લઇને આઠવાર આ ટુર્નામેન્ટ રમાઇ છે. જેમાં ભારતીય ટીમે છ વખત ભાગ લીધો છે. એમાં છેલ્લી ત્રણ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ સુધી પહોંચી છે. હવે આગામી વિશ્વકપને લઇને ટીમ ઇન્ડિયા આશાવાદ છે.

વેબદુનિયા પર વાંચો