મને પણ હટાવવા માંગતા હતા પીટરસન-ફ્લાવર

ભાષા

શુક્રવાર, 23 જાન્યુઆરી 2009 (11:39 IST)
ઈગ્લેંડ ક્રિકેટ ટીમના કાર્યવાહક કોચ એંડી ફ્લાવરે આરોપ લગાવ્યો છે કે પૂર્વ કપ્તાન કેવિન પીટરસન બહાર કરવામાં આવેલ કોચ પીટર મૂર્સની સાથે સાથે તેમને પણ હટાવવા માંગતા હતા.

ફ્લાવરે કહ્યુ કે મેં પીટરસન સાથે વાતચીત કરી હતી. અમારી વચ્ચે સારા સંબંધ હતા, પરંતુ મારુ માનવુ છે કે તેઓ સંપૂર્ણ રીતે બદલાવ ઈચ્છતા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પીટરસને મૂર્સની સાથે મતભેદને કારણે રાજીનામુ આપી દીધુ હતુ. આ વિવાદને કારણે મૂર્સને પણ પદ ત્યાગવા મજબૂર કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો