ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ - રોમાંચક હરીફાઈમાં કોહલીની સદી છતા ભારત 48 રને હાર્યુ

શનિવાર, 13 ડિસેમ્બર 2014 (13:22 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 48 રનથી હરાવી દીધુ. 
 
આ અગાઉ  ભારતીય ક્રિકેટ ટીમે એડિલેડ ઓવલ મેદાન પર ચાલી રહેલ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલ 364 રનનો પીછો કરતા ટી ટાઈમ સુધી બે વિકેટના નુકશાન પર 210 રન બનાવ્યા ત્યારે ભારતના જીતની આશા જાગી હતી. લાગ્યુ હતુ કે મેચ ડ્રો નહી થાય અને ભારત જીતી જશે. પણ વિરાટ કોહલી અને મુરલી વિજય વગર કોઈ પણ ક્રિઝ પર વધુ ટકી ન શક્યા.. 
 
ઓસ્ટ્રેલિયાએ જ્યારે માત્ર 364 રનનુ લક્ષ્યાંક આપીને દાવ ડીકલેર કર્યો ત્યારે કદાચ તે ભારતીય ટીમની માનસિકતાને જાણતુ હશે તેથી જ તેમણે આવો નિર્ણય લીધો. ભારતીય ટીમને એક એવી ટીમ કહેવાય છે કે જો તે સ્કોરના ટેંશનમાં આવી જાય તો એક પછી એક બધા શરણાગતિ પર આવી જાય છે. જો રમી જાય તો કોઈ એકાદ બે જ એવા રમી નાખે કે બાકીના ખેલાડીઓને રમવાની તક જ ન મળે.. ક્યારેય એવુ જોવા નથી મળતુ કે પાછળના ચાર પાંચ ખેલાડીઓએ ભારતને જીત અપાવી હોય.  ઓસ્ટ્રેલિયાની આ જીત ફિલિપ હ્યુઝને સમર્પિત. 

વેબદુનિયા પર વાંચો