ભારતે કાંગારૂઓનું નાક કાપી ફાઇનલમાં પ્રવેશ

દિપક ખંડાગલે

રવિવાર, 23 સપ્ટેમ્બર 2007 (02:45 IST)
ડરબન (વેબદુનિયા) ડરબન ખાતે રમાયેલી ટ્વેન્ટી-20 વિશ્વકપ ટૂર્નામેંટના બીજા સેમીફાઇનલ મેચમાં આજે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડરબનમાં આજે જોરદાર ભીડ જામેલી જોવા મળી છે. મોટી સંખ્યામાં ભારતીય દર્શકો તિરંગા લહેરાવતાં જોવા મળ્યાં હતાં. શરૂઆતની મેચમાં ભારતની કથળી ગયેલી સ્થિતી જોતાં લાગતું ન હતું ે ભારતીય ટીમ સુપર આઠ પહોંચી શકશે કે નહી તેની પણ શંકા હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાને કાંટાની ટક્કર આપી હતી અને તેને કચડી સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.

મહેન્દ્ર સિંહ ધોની એક સફળ કપ્તાન રહ્યાં છે. પંજાબી પુત્તર યુવરાજે ટ્વેન્ટી-20 વિશ્વકપમાં 119 મીટર લાંબી સિકસર ફટકારી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અને તેઓ મેન ઓફ ધ મેચ બન્યાં હતાં. તેના પહેલાં ઇગ્લેંડ વિરૂધ્ધ 12 બોલમાં 50 રન ફટકારી તેમના ગોરાઓના પણ છોતરાં કાઢી નાખ્યાં હતાં. આ સંપૂર્ણ સિરિઝ તેઓ આત્મવિશ્વાસ સાથે રમતાં જોવા મળ્યાં હતાં.

ભારતીય વિરજાંબાજોનું સ્કોર બોર્ડ આ પ્રમાણે રહ્યું હતું.

ગૌતમગંભીર કેચ બી.જે હોગ બોલ એમ.જી જ્હોનસન 24(રન) 25(બોલ) 4(ચોગ્ગ) 0(છગ્ગા)

સહેવાગ કેચ એસી ગીલક્રિસ્ટ બોલ એમજી જ્હોનસન 9(રન) 13(બોલ) 1(ચોગ્ગ) 0(છગ્ગા)

એઆર ઉથ્પ્પા રન આઉટ એ સાયમંડ 34(રન) 28(બોલ) 1(ચોગ્ગ) 3(છગ્ગા)

યુવરાજસીંઘ કેચ બી.જે હાડિન બોલ એમ.જે ક્લાર્ક 70(રન) 30(બોલ) 5(ચોગ્ગ) 5(છગ્ગા)

મહેન્દ્રસિંહ ધોની રન આઉટ એસી ગીલક્રિસ્ટ 36(રન) 18(બોલ) 4(ચોગ્ગ) 1(છગ્ગા)

રોહિત શર્મા અણનમ 8(રન) 5(બોલ) 0(ચોગ્ગ) 1(છગ્ગા)

ઇરફાન પઠાન અણનમ 0(રન) 1(બોલ) 0(ચોગ્ગ) 0(છગ્ગા)


તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાઇ બેસ્ટમેનોએ નિર્ધારિત 20 ઓવરમાં 137 રન બનાવ્યાં હતાં અને તેમને 15 રનોથી હારનું મોં જોવું પડ્યું હતું. અને ભારતીય દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભારતીય બેસ્ટમેનોએ એકતરફી વર્ચસ્વ જમાવેલી વલ્ડકપ ચેમ્પિયન ટીમને પછાડી ભારત પર લાગેલ 2003 વલ્ડકપનું લાગેલું કલંક દૂર કર્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સૂઝબૂઝ ભર્યા નિર્ણયને જોતાં પાકિસ્તાન ટીમને ખતરો હોવાની આશંકા લાગે છે અને જ્યારે ભારતીય ટીમ ટ્વેંટી-20 વિશ્વકપની મજબૂત દાવેદાર ટીમ લાગે છે. આ ટ્વેન્ટી-20 વિશ્વકપમાં યુવરાજે છગ્ગાઓનો વરસાદ કર્યો હતો. ધોનીને સેનાએ સાબિત કરી દિધું છે કે 'સબસે આગે હોગેં હમ હિંદુસ્તાની'

23000 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું ડરબનનું મેદાન ચક દે ઇન્ડીયાના નારાઓથી ગુંજતું જોવા મળ્યું હતું અને દરેક શહેરોમાં લોકો ખુશી વ્યકત કરવા રોડ પર ઉતરી આવ્યાં હતાં.

ભારતે 1983માં વિશ્વકપ જીત્યો હતો અને પાકિસ્તાન 1992માં વિશ્વકપ વિજેતા બન્યું હતું. 24મી એ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે આ મેચ ભારતીય સમય અનુસાર 5:30 વાગે શરૂ થશે.

યુવરાજના વલ્ડરેકોર્ડ

વેબદુનિયા પર વાંચો