ભારતની ખરાબ શરૂઆત, સચિન આઉટ

ભાષા

શનિવાર, 31 જાન્યુઆરી 2009 (20:23 IST)
ભારતે શનિવારે શ્રીલંકા સામે અહી રમાઈ રહેલ બીજી એક દિવસીય મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતની શરૂઆત એકવાર ફરી ખરાબ રહી હતી. અને સચિન તેંદુલકર 6 રને કુલશેખરાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થઈ ગયા.

ભારતીય દાવની શરૂઆત વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંદુલરકરે મળીને કરી. ભારતે તેની ટીમમાં બે ફેરફારો કર્યા હતાં. રોહિત શર્માની જગ્યાએ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને ટીમમાં સ્થાન આપ્યુ, જ્યારે મુનાફ પટેલના સ્થાને પ્રવીણ કુમાર મેચમાં રમી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે પ્રથમ વનડે જીતીને 1-0થી બઢત બનાવી લીધી છે.

હાલમાં ભારત 7 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 49 રન સાથે મેદાનમાં વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર મેદાનમાં અણનમ છે.

વેબદુનિયા પર વાંચો