બાંગ્લાદેશ પર ફોલોઓનનો ભય

વાર્તા

રવિવાર, 3 જૂન 2007 (10:33 IST)
ઢાકા, 26 મે ભારતના ચાર સદી વીરની શાનદાર ચાર-ચાર સદી દ્વારા બાંગ્લાદેશ ફોલોઓન થવાની કતાર પર આવી ગયું છે. ભારત તરફથી પહેલી ઇનીંગમાં કાર્તિક 129, વસીમ જાફર 138, રાહુલ દ્વવિડ 129, અને સચિન તેંડુલકર ના અણનમ 122 રન દ્વારા બાંગ્લાદેશનો બોલર તેમજ ફિલ્‍ડરોને થકવી દીધા છે.

બીજા દિવસે ભારતે પોતાનો દાવ 3 વિકેટ પર 610 રાન પર ડીકલેર કર્યા બાદ બીજા દિવસની રમત પૂરી થઇ ત્‍યારે બાંગ્લાદેશની 58 રનમાં 5 વિકેટ પડી જતા તેના પર ફોલોઓનનાં કાળા વાદળ છવાઇ ગયાં છે.

ભારતનાં જંગી સ્‍કોરનાં દબાણ હેઠળ રમવા ઉતરેલ બાંગલાદેશની પ્રથમ ચાર વિકેટ માત્ર ત્રણ ઓવરમાં સાત રનનાં સ્‍કોર પર પડી ગઇ હતી. બીજા દિવસનાં અંતે સકીબ અલ હસન 30 અને મોહમ્મદ શરીફ શૂન્‍ય રન પર અણનમ હતાં.

વેબદુનિયા પર વાંચો