ધોની, સચિનનું નસીબ વિશ્વકપ અપાવશે ?

શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2011 (17:48 IST)
N.D
. જ્યોતિષિઓની માનીએ તો ભારતીય ટીમના કપ્તન મહેન્દ્ર સિંહ ધોનીનું નસીબ જો સાથ આપશે અને અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકરના ગ્રહોની મદદ મળી જશે તો ભારતને વિશ્વકપ જીતતા કોઈ નહી રોકી શકે. બંનેના નસીબના ગ્રહો બુલંદ છે. જો બધુ ઠીક રહ્યુ તો બારત આ વખતે 27 વર્ષ પછી જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરશે.

સવા અરબની વસ્તીવાળા ભારત દેશને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન ધોની આ વર્ષે વિશ્વકપ અપાવી શકે છે. તેમને માટે આ વર્ષ 2011 મોટી સફળતાવાળું વર્ષ છે. જ્યોતિષિયોનુ માનીએ તો ધોનીની કુંડલીમાં આસમય રાહુની મહાદશા અને બુધની અંતરદશા ચાલી રહી છે. આ ઉપરાંત કુંડલીમાં બે રાજયોગ છે. પ્રથમ ગજકેસરી અને બીજો બુધાદિત્ય યોગ.

જ્યોતિષના પંડિતોનુ માનીએ તો બંને યોગ ધોનીને સફળ, લોકપ્રિય, ખ્યાતિ અને ધનવાન બનાવતા બતાવી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે જો ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી જાય છે અને 'મહેન્દ્રયોગ'માં ફાઈનલ મેચ રમાશે તો ભારતની જીત પાક્કી છે.

હવે વાત કરીએ અનુભવી સચિન તેંડુલકરની, જે 24 એપ્રિલ 1973માં જનમ્યા. સચિનની કુંડલી કહે છે કે ભારતની જીતમાં સચિનની મહત્વની ભૂમિકા રહેશે. જ્યારે એક 12 નવેમ્બરથી 25 એપ્રિલ સુધી રાહુની મહાદશામાં શુક્ર અંતરદશા થોડી મુસીબત ઉભી કરી શકે છે.

અંક જ્યોતિષનુ માનીએ તો ધોનીથી વધુ સચિનની કિસ્મત બુલંદ છે. 38 વર્ષના સચિનની વયના અંકોનો યોગ કરીએ તો 3 અને 8 જોડતા 2 અંક આવે છે. સચિનનો જન્મ 24 એપ્રિલના રોજ થયો હતો. 2 અને 4નો યોગ 6 આવે છે. અંકશાસ્ત્રના મુજબ બીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી એક જ છે. મતલબ આ વર્ષે સચિનની કિસ્મત બુલંદ છે.

આ ઉપરાંત યુવરાજ, વિરાટ કોહલી, સહેવાગ અને ઝહીર પણ વિશ્વકપ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વેબદુનિયા પર વાંચો