ટ્વેંટી-20 : ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યુ

શનિવાર, 22 માર્ચ 2014 (11:34 IST)
PTI


ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલ ટ્વેંટી-20 વિશ્વકપના પોતાના પ્રથમ ગ્રુપ હરીફાઈમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને સાત વર્ષ પછી બીજીવાર ખિતાબ મેળવવાના પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી.
PTI


પાકિસ્તાને ભારત સામે 131 રનનુ લક્ષ્ય મુક્યુ હતુ. જેણે ભારતે 18.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધુ. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 36, સુરેશ રૈનાએ 35, અને શિખર ધવને 30 રન બનાવ્યા. કોહલી અને રેનાએ ચોથી વિકેટની ભાગીદારીમાં અણનમ 66 રન બનાવ્યા. આ ભાગીદારી 50 બોલ પર થઈ.
PTI

ટ્વેંટી-20 વિશ્વકપમાં પાકિસ્તાન પર ભારતની આ સતત ચોથી જીત છે. ભારતે 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ ટૂર્નામેંટના પ્રથમ સંસ્કરણની ફાઈનલમાં પાકિસ્તાનને જ હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો. ભારતના અમિત મિશ્રાને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો.
PTI

વેબદુનિયા પર વાંચો