ટીઆરપીની અસર ભારતીય ખેલાડીઓ પર

વાર્તા

મંગળવાર, 4 ઑગસ્ટ 2009 (15:56 IST)
અત્યાર સુધી ટીઆરપી એટલે કે ટેલીવિઝન રેટિંગ પોઈંટના દબાણની અસર માત્ર ચેનલો પર જ દેખાતી હતી. પરંતુ આ દબાણની અસર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીયો પર પણ પડશે.

જોકે ક્રિકેટ મેચ દરમિયાન જાહેરાત આપનાર કંપનીયોએ પ્રસારણકર્તા માટે નવું ફરમાન જારી કર્યુ છે. સામાન્ય રીતે કોઈ મેચ દરમિયાન ટીપ દેખાડવામાં આવતી જાહેરતના દર ટૂર્નામેંટ શરૂ થતા પહેલા જ નક્કી થઈ જાય છે. જો કોઈ પણ ટૂર્નામેંટની શરૂઆતી પ્રવાહમાં જ ભારતીય ટીમ બહાર થઈ જાય છે તો પણ જાહેરાતના રેટ ઘટાડવામાં નથી આવતા. પરંતુ હવે આવું નહી થાય.

ઓક્ટોબરમાં યોજાનારી ચેમ્પિયંસ લીગ દરમિયાન કંપનીયોએ પ્રસારણકર્તાની સામે નવો પ્રસ્તાવ મૂક્યો છે. જે અનુસાર જાહેરાતના દર ટીઆરપીના આધારે નક્કી થાય. જો ટીઆરપી નિર્ધારિત ગ્રાફથી નીચે રહે તો જાહેરાતોના દર ઘટાડવા જોઈએ. ચેમ્પિયંસ લીગનો પ્રસારણ અધિકાર ઈએસપીએન સ્ટાર પાસે છે. સૂત્રો અનુસાર ચાર મોટી કંપનીઓએ ઈએસપીએન સ્ટાર પર દબાણ બનાવી લીધું છે.

સીધી વાત છે કે ઈચ્છિત રકમની ચૂકવણી કરનાર ટીવી કંપનીયોના કરારનો ભારેભરકમ દબાણ ભારતીય ખેલાડીયો પર પડશે.

વેબદુનિયા પર વાંચો