ઝડપી બોલરોએ નિરાશ કર્યા : ધોની

ભાષા

રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 (14:40 IST)
દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજા અને અંતિમ વન ડે માં 90 રનથી મળેલી હાર બાદ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, મેચમાં ઝડપી બોલરોને સ્વયંને સાબિત કરવાનો મૌકો હતો પરંતુ તેમણે નિરાશ કર્યાં.

ધોનીએ કહ્યું આજે અમે જે ત્રણ બોલરોને મોકો આપ્યો હતો તેમની પાસે સ્વયંને સાબીત કરવાનો મૌકો હતો પરંતુ તેઓ તેવુ ન કરી શક્યાં. જો અમારી પાસે આશીશ નહેરા અથવા જહીર ખાન હોત તો પરિણામ કંઈક અલગ જ હોત.

ટીમ ઇંડિયાએ આ મેચમાં શાંતકુમારન શ્રીસંત. સુદીપ ત્યાગી અને અભિમન્યુ મિથુનના રૂપમાં ત્રણ ઝડપી બોલરોને ઉતાર્યા હતાં પરંતુ તે બોલર દક્ષિણ આફ્રીકી બેટધરો પર કોઈ પ્રભાવ ન પાડી શક્યાં અને તેમણે જોરદાર રન આપ્યાં. આ કારણે જ મહેમાન ટીમ 365 રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહી.

ધોનીએ કહ્યું 365 રનના સ્કોરનો પીછો કરવો કોઈ સરળ વાત ન હતી. સરવાળે આ મેચમાં દક્ષિણ આફ્રીકી ટીમે રમવાના દરેક વિભાગનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેમના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવ્યો અને ત્યાર બાદ બોલરોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

વેબદુનિયા પર વાંચો